________________
શતક-૭: ઉદ્દેશક-૯ .
| ૪૦૯ |
પહેલા મેં તે શ્રમણ ભગવાન મહાવીરની પાસે સ્થૂલ પ્રાણાતિપાતથી સ્થૂલ પરિગ્રહ સુધીના જીવન પર્યંત પ્રત્યાખ્યાન કર્યા હતા. હવે હું તે જ અરિહંત ભગવાન મહાવીર સ્વામીની સાક્ષીએ સમસ્ત પ્રાણાતિપાતાદિના જીવન પર્યત પ્રત્યાખ્યાન કરું છું. આ રીતે કુંદકની જેમ અઢાર પાપસ્થાનકોના સર્વથા પ્રત્યાખ્યાન કર્યા યાવતું આ શરીરનો પણ અંતિમ શ્વાસોચ્છવાસ સાથે ત્યાગ કરું છું, એ પ્રમાણે કહીને તેણે રાજચિહ્ન રૂપ પટ્ટાને કાઢયો, કાઢીને શરીરમાં લાગેલું બાણ બહાર કાઢયું, બહાર કાઢીને આલોચનાપ્રતિક્રમણ દ્વારા સમાધિયુક્ત થઈને અનુક્રમે યથાસમય મરણને પ્રાપ્ત થયા. २८ तएणं तस्स वरुणस्स णागणत्तुयस्स एगे पियबालवयंसए रहमुसलं संगाम संगामेमाणे एगेणं पुरिसेणं गाढप्पहारीकए समाणे अत्थामे अबले जाव अधारणिज्जमिति कटु जहा वरुणं णागणत्तुयं रहमुसलाओ संगामाओ पडिणिक्खममाणं पासिए तहा ते वि तुरए णिगिण्हइ, तुरए णिगिण्हित्ता रहं परावत्तेइ, रहं परावत्तित्ता रहसमुसलाओ संगामाओ जाव तुरए विसज्जेइ, पडसंथारगं दुरुहइ, पडसंथारगं दुरुहित्ता पुरत्थाभिमुहे जाव अंजलिं कटु एवं वयासी- जाई णं भंते ! मम पियबालवयंसस्स वरुणस्स णागणत्तुयस्स सीलाई वयाइं गुणाई वेरमणाई पच्चक्खाण पोसहोववासाइं, ताई णं ममं पि भवंतु त्ति कटु सण्णाहपढें मुयइ, सण्णाहपढें मुइत्ता सल्लुद्धरणं करेइ, सल्लुद्धरणं करेत्ता आणुपुव्वीए कालगए । ભાવાર્થ:- તે સમયે ત્યાં વરુણનાગનzઆના એક પ્રિય બાલમિત્ર પણ રથમુસલ સંગ્રામમાં યુદ્ધ કરી રહ્યા હતા. તે પણ એક પુરુષના પ્રબલ પ્રહારથી ઘાયલ થયા તેમજ અશક્ત, સામર્થ્ય રહિત યાવત્ પુરુષાર્થ–પરાક્રમ રહિત બનેલા તેણે વિચાર્યું કે "હવે મારું શરીર ટકી શકશે નહીં," આ પ્રમાણે વિચાર કરતા તેમણે જે રીતે વરુણનાગનzઆને રથમુસલ સંગ્રામમાંથી બહાર નીકળતા જોયા હતા, તે જ રીતે તેણે પણ પોતાના ઘોડાને થોભાવ્યો, ઘોડાને થોભાવીને રથને પાછો ફેરવ્યો, રથને પાછો ફેરવીને રથમુસલ સંગ્રામમાંથી બહાર નીકળ્યા યાવતુ ઘોડાને વિસર્જિત કર્યા. પછી વસ્ત્રનો સંસ્મારક બિછાવીને તેના પર બેઠા, વસ્ત્રના સંસ્મારક પર બેસીને પૂર્વની તરફ મુખ કરીને વાવ મસ્તક પર અંજલિ કરીને આ પ્રમાણે બોલ્યા- "હે ભગવન્! મારા પ્રિય બાલમિત્ર વરુણનાગનતુઆએ જે શીલવ્રત, ગુણવ્રત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ અંગીકાર કર્યા છે, તે સર્વ મને પણ હો", આ રીતે કહીને તેને પણ રાજચિહ્ન રૂપ પટ્ટો ઉતાર્યો, ઉતારીને શરીરમાં વાગેલા બાણને બહાર કાઢયો, આ રીતે કરીને તે પણ ક્રમશઃ સમાધિયુક્ત થઈને કાલધર્મને પ્રાપ્ત થયા. २९ तए णं वरुणं णागणत्तुयं कालगयं जाणित्ता अहासण्णिहिएहिं वाणमंतरेहिं देवेहिं दिव्वे सुरभिगंधोदगवासे वुढे, दसद्धवण्णे कुसुमे णिवाइए, दिव्वे य गीयगंधव्वणिण्णाए कए यावि होत्था । तएणं तस्स वरुणस्स णागणत्तुयस्स