________________
શતક-૭ : ઉદ્દેશક-૯
तणं से पुरिसे वरुणं णागणत्तुयं एवं वयासी- पहण भो वरुण णागणत्तुया ! पहण भो वरुण णागणत्तुया, तए णं से वरुणे णागणतुए तं पुरिसं एवं वयासी- णो खलु मे कप्पर देवाणुप्पिया ! पुव्वि अहयस्स पहणित्तए, तुमं चेव णं पुव्विं पहणाहि ।
૪૦૭
ભાવાર્થ :- તે સમયે રથમુસલ સંગ્રામમાં યુદ્ધ કરતા વરુણનાગનન્નુઆના રથની સામે પ્રતિરથીરૂપે એક પુરુષ આવ્યો. જે તેની સમાન, તેની સદશ ત્વચાવાળો, તેની સમાન વયવાળો અને તેની સમાન અસ્ત્ર- શસ્ત્રાદિ ઉપકરણોથી યુક્ત હતો.
ત્યારે તે પુરુષે વરુણનાગનન્નુઆને આ પ્રમાણે કહ્યું– હે વરુણનાગનતુઆ ! પ્રહાર(પ્રારંભ) કર; અરે, વરુણનાગનન્નુઆ ! વાર શરૂ કર. ત્યારે વરુણનાગનન્નુઆએ તે પુરુષને કહ્યું– હે દેવાનુપ્રિય ! મારે એવો નિયમ છે કે જે મારા પર પ્રહાર ન કરે, તેના પર મારે પ્રહાર ન કરવો. તેથી તમે જ પહેલાં પ્રહાર કરો. | २५ तणं से पुरिसे वरुणेणं णागणत्तुएणं एवं वुत्ते समाणे आसुरत्ते जाव मिसि- मिसेमाणे धणुं परामुसइ, धणुं परामुसित्ता उसुं परामुसइ, उसुं परामुसित्ता ठाणं ठाइ ठाणं ठिच्चा आययकण्णाययं उसुं करेइ, आययकण्णाययं उसुं करेत्ता वरुणं णाग- णत्तुयं गाढप्पहारी करेइ ।
ભાવાર્થ:- જ્યારે વરુણનાગનન્નુઆએ તે પુરુષને આ પ્રમાણે કહ્યું, ત્યારે તે પુરુષે કોપાયમાન થઈને યાવત્ દાંત કચકચાવતાં પોતાનું ધનુષ ઉપાડ્યું, ધનુષ ઉપાડીને તરકસમાંથી બાણ કાઢયું, બાણ કાઢીને યથાસ્થાને ચડાવ્યું, બાણ ચડાવીને ધનુષને કાન સુધી ખેંચ્યું, ખેંચીને તેણે નિશાનપૂર્વક વરુણ નાગનુત્તઆ ઉપર બાણનો ગાઢ પ્રહાર કર્યો.
| २६ तणं से वरुणे णागणत्तुए तेणं पुरिसेणं गाढप्पहारीकए समाणे आसुरत्ते जाव मिसिमिसेमाणे धणुं परामुसइ, धणुं परामुसित्ता उसुं परामुसइ, उसुं परामुसित्ता ठाणं ठाइ, ठाणं ठिच्चा आययकण्णाययं उसुं करेइ, आययकण्णाययं उसुं करेत्ता तं पुरिसं एगाहच्चं कूडाहच्चं जीवियाओ ववरोवेइ ।
ભાવાર્થ: 1:- તત્પશ્ચાત્ તે પુરુષ દ્વારા કરાયેલા ગાઢ પ્રહારથી ઘાયલ થયેલા વરુણનાગનન્નુઆએ શીઘ્ર કુપિત થઈને યાવત્ દાંત કચકચાવીને ધનુષ ઉપાડ્યું, ધનુષ ઉપાડીને તરકસમાંથી બાણ કાઢ્યું, બાણ કાઢીને યથાસ્થાને ચડાવ્યું, બાણ ચડાવીને ધનુષને કાન સુધી ખેંચ્યું, ખેંચીને તે પુરુષ પર છોડ્યું. જેમ એક જોરદાર પ્રહારથી પથ્થરના ટુકડે ટુકડાં થઈ જાય છે; તેમ વરુણનાગનન્નુઆએ એક જ ગાઢ પ્રહારથી તત્કાલ તે પુરુષને જીવનથી રહિત કરી નાંખ્યો.
२७ तए णं से वरुणे णागणत्तुए तेणं पुरिसेणं गाढप्पहारीकए समाणे अत्थामे,