________________
| ४० |
શ્રી ભગવતી સત્ર-૨
યુક્ત ચતુરંગિણી સેનાને સુસજ્જિત કરો અને તે કાર્ય સંપન્ન થવાની મને સૂચના આપો. |२१ तए णं ते कोडुंबियपुरिसा जाव पडिसुणेत्ता खिप्पामेव सच्छत्तं सज्झयं जाव उवट्ठार्वति, हय गय रह जाव सण्णाहेति, सण्णाहित्ता जेणेव वरुणे णागणत्तुए जाव पच्चप्पिणति । ભાવાર્થ - તત્પશ્ચાતુ તે સેવક પુરુષોએ તેની આજ્ઞા સ્વીકારી, આજ્ઞા શિરોધાર્ય કરીને યથાશીઘ્ર છત્રસહિત અને ધ્વજા સહિત ચાર ઘંટાવાળો અથરથ તૈયાર કરીને ઉપસ્થિત કર્યો તેમજ ઘોડા, હાથી, રથ અને શ્રેષ્ઠ યોદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી સેનાને સુસજ્જિત કરી, સુસજ્જિત કરીને વરુણનાગનતુઆને તેની સૂચના आपी. २२ तएणं से वरुणे णागणत्तुए जेणेव मज्जणघरे तेणेव उवागच्छइ, जहा कूणिओ जाव जेणेव बाहिरिया उवट्ठाणसाला, जेणेव चाउग्घंटे आसरहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता चाउग्घंटं आसरहं दुरुहइ, दुरुहित्ता हय गय रह जाव संपरिवुडे, महयाभडचडगरविंद परिक्खित्ते जेणेव रहमुसलं संगामे तेणेव उवागच्छइ, उवागच्छित्ता रहमुसलं संगामं ओयाओ । ભાવાર્થ:- તત્પશ્ચાત્ તે વરુણનાગનતુ જ્યાં સ્નાનગૃહ હતું, ત્યાં આવ્યા, આવીને કોણિક રાજાની જેમ સ્નાનાદિ કરીને જ્યાં બહારની ઉપસ્થાનશાળા અને સુસજ્જિત ચાર ઘંટાવાળા અશ્વરથ હતો ત્યાં આવ્યા, આવીને ચાર ઘંટાવાળા અશ્વરથ પર આરૂઢ થયા, રથ પર આરૂઢ થઈને અશ્વ, ગજ, રથ અને યોદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી સેનાની સાથે મહાન સુભટોના સમૂહથી પરિવૃત્ત થઈને, જ્યાં રથમુસલ સંગ્રામ થવાનો હતો ત્યાં આવ્યા, ત્યાં આવીને તે રથમૂસલ સંગ્રામમાં ઉતર્યા. २३ तएणं से वरुणे णागणत्तुए रहमुसलं संगामं ओयाए समाणे अयमेयारूवं अभिग्गहं अभिगेण्हइ- कप्पइ मे रहमुसलं संगाम संगामेमाणस्स जे पुट्वि पहणइ से पडिहणित्तए, अवसेसे णो कप्पइ त्ति; अयमेयारूवं अभिग्गह अभिगेण्हइ, अभिगेण्हेत्ता रहमुसलं संगाम संगामेइ । ભાવાર્થ:- તે સમયે રથમુસલ સંગ્રામમાં પ્રવેશ કરતા વરુણનાગનતુઆએ આ પ્રકારનો અભિગ્રહ ધારણ કર્યો કે મારે રથમુસલ સંગ્રામમાં યુદ્ધ કરતાં, જે મારા પર પ્રથમ પ્રહાર કરે તેના પર જ મારે પ્રહાર કરવો, અન્ય વ્યક્તિઓ પર નહીં. આ પ્રકારનો અભિગ્રહ કરીને તે રથમુસલ સંગ્રામમાં પ્રવૃત્ત થયા. |२४ तएणं तस्स वरुणस्स णागणतुयस्स रहमुसलं संगामं संगामेमाणस्स एगे पुरिसे सरिसए सरिसत्तए सरिसव्वए सरिसभंडमत्तोवगरणे रहेणं पडिरहं हव्वं आगए ।