________________
તે અનુભવના સ્તર ઉપર સંસારી જીવોના હાવ ભાવ ઉપસે છે. તેનાથી અનુમાન કરી શકાય છે કે આ જીવ દુઃખી છે અથવા સુખી છે. સર્વજ્ઞ પુરુષો તે લોકોને સુખ-દુઃખના કારણો દર્શાવી દે છે પરંતુ કોઈનો અનુભવ કોઈને કરાવી શકાતો નથી, દેખાડી શકાતો નથી.
જીવ નિયમા ચૈતન્ય છે અને ચૈતન્ય ભાવ નિયમાં જીવ છે; તે તેની સ્વાભાવિક પર્યાય હોવાથી તાદાભ્ય સંબંધ હોય છે. તેથી કદી ચૈતન્ય વિના જીવ રહી શકતો નથી અને જીવ વિના ચેતન્ય કદી હોય જ નહીં. તો પછી નારકી જીવ છે કે જીવ નારકી છે? આવો પ્રશ્ન ગૌતમને થયો ત્યારે તે કુમારો ! ભગવાને કહ્યું કે નારકી નિયમથી જીવ છે, પરંતુ જીવ નારકી હોય શકે અથવા તો ન પણ હોય શકે. કારણ કે નારકાદિ પર્યાય વૈભાવિક, સાંયોગિક પર્યાય છે તેથી જીવથી વિમુક્ત થઈ શકે છે. એવી જ રીતે ચોવીસ દંડકમાં જીવ છે પરંતુ જીવ માત્ર દંડકમાં હોય તેવો નિયમ એકાંત નથી, ભજનાથી હોય છે વગેરે વગેરે. કુમારો! જીવો એકાંતે દુઃખ વેદતા નથી; ક્યારેક તેઓ સુખ પણ વેદે છે. તેમજ જીવો એકાંતે સુખ વેદતા નથી; ક્યારેક તેઓ દુઃખ પણ વેદે છે. તેના અલગઅલગ કારણો હોય છે, જેને કેવળી જાણે–દેખે છે. આ રીતે ભગવતી મૈયાએ કુમારોને અલૌકિક પ્રયોગનું જ્ઞાન કરાવી સાતમા ખંડમાં અપૂર્વ પ્રયોગનું જ્ઞાન કરાવવા પ્રવેશ કરાવ્યો. પ્રયોગ–૨૧ – કુમારો! જીવોનો સ્વભાવ અનાહારક હોય છે. જીવદ્રવ્યને ક્યારેય પુલાદિ અન્ય દ્રવ્યને ગ્રહણ કરવાની જરૂર નથી. છતાં એ જ્યાં સુધી કર્મધારી હોય
ત્યાં સુધી કર્મને ટકાવી રાખવા તેને નવા યુગલો આહારરૂપે ગ્રહણ કરવા પડે છે. જીવ શરીરમાંથી નીકળે ત્યારે આહારી હોય અથવા ન હોય. અનાહારી રહે તો એક, બે, ત્રણ સમય સુધી રહે છે પછી આહારી થઈ જાય છે. જીવ ઉત્પન્ન થતી વેળાએ અને મૃત્યુ પામતી વેળાએ અલ્પ આહારી હોય છે. આ રીતે સંસારી જીવોને જન્મ-મરણ વગેરે રમત રમવાનું મેદાન છે લોક. તે લોકનો આકાર સુપ્રતિષ્ઠિત ત્રણ શરાવલાના આકાર જેવો છે, નીચેના ભાગમાં વિસ્તારવાળો વચમાં સાંકડો ઉપર મૃદગ સમાન છે. સંપૂર્ણ આકાર કમ્મર પર બે હાથ રાખી પહોળા પગ કરી ઊભેલા(ગોળ ફરતા) મનુષ્યના આકાર જેવો છે. આ બધુ અહં જિન કેવળી જાણે છે, જોવે છે. ત્યારપછી તેઓ અઘાતી કર્મ ક્ષય કરીને મોક્ષમાં જાય છે.
ભગવતી મૈયાએ કુમારોને શ્રમણોપાસકની સામાયિકમાં સાંપરાયયિકી ક્રિયા