________________
લાગવાનું અને આરંભી હિંસાથી અહિંસા વ્રતમાં અતિચાર ન લાગવાનું રહસ્ય સમજાવ્યું. શ્રમણોને એષણિક આહાર આપવાથી સમાધિનો, સમ્યકત્વનો તેમજ મોક્ષ પ્રાપ્તિનો લાભ થાય. કર્મ રહિત જીવની ઊર્ધ્વગતિના કારણો દષ્ટાંત સહિત સમજાવી દુઃખી જીવ દુઃખથી વ્યાપ્ત(બદ્ધ) હોય છે પરંતુ દુઃખ રહિત જીવ દુઃખથી વ્યાપ્ત હોતો નથી.
ઉપયોગ રહિત અણગારને, કોઈપણ કાર્ય કરે ત્યારે ક્રોધ, માન, માયા, લોભ હાજર હોવાથી સાંપરાયિક ક્રિયા લાગે છે. સિદ્ધાંતાનસાર વર્તતા સાધને ઐર્યાપથિકી ક્રિયા લાગે છે. સૂત્ર વિરુદ્ધ ઉપયોગરહિત વર્તનારને સાંપરાયિક ક્રિયા લાગે છે. પછી તે ભલે આહાર દોષ રહિત લાવ્યો હોય, પરંતુ આહાર કરતા સારા-નરસાના સંયોગ કરીને, સ્વાદ માણીને ભોજન કરવામાં આવે તો તે આહાર દોષિત ગણાય છે. ભાવ સાથે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી તેના ભેદો પ્રભેદો થાય છે. અહો ભવ્યો! આહાર ઉપર સંસારીનો મોટો ઈતિહાસ સર્જાય છે. આહારની મર્યાદા જાળવવાથી નીરોગી કાયા, સ્વસ્થ ચિત્ત, મનોહર મન બને છે. અનાસક્તયોગ કેળવતા જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે. પ્રયોગ–૨૨ :- કુમારો ! પચ્ચખાણનો બહુ બહુ મહિમા છે. તેના બે પ્રકાર છેસુપચ્ચખાણ અને દુષ્પચ્ચખાણ. કોઈક જીવો મેં પચ્ચકખાણ કર્યા છે, તેમ બોલે છે છતાં હિંસાદિ દોષો કરે છે, કારણ કે તેને જીવાદિ તત્ત્વનું જ્ઞાન હોતું નથી. આ ત્રસ, સ્થાવર છે અથવા આ જીવ છે, આ અજીવ છે, તેવું જાણપણ કર્યું ન હોય, ત્યાં સુધી જીવોની દયા પાળી શકાતી નથી. તેથી દુપ્રત્યાખ્યાન થાય છે. જેઓને જાણપણ છે તેઓ સુપ્રત્યાખ્યાની છે. તેમાં પણ મૂળગુણ ઉત્તરગુણ વગેરે ભેદ–પ્રભેદ સમજી લેવા જરૂરી છે. પ્રત્યાખ્યાન કર્યા વિના રાગદ્વેષ ઓછા થતા નથી. પ્રયોગ–૩:- કુમારો ! વનસ્પતિકાયિકના જીવો છ ઋતુ પ્રમાણે અલ્પાહારી કે મહાહારી હોય છે. તેઓના અનેક ભેદ પ્રભેદ થાય છે. જેમ કે સાધારણ, પ્રત્યેક વનસ્પતિ વગેરે. જીવો, વેશ્યાને આધારે અલ્પકર્મી, ભારેકર્મી બને છે, તે પ્રમાણે તેઓને વેદના ભોગવવી પડે છે. તે વેદનાને કર્મ કહે છે અને નિર્જરાને નોકર્મ કહે છે; આ તેનું રહસ્ય છે. શાશ્વત, અશાશ્વતના વિશાળભાવોને સ્યાદવાદ શૈલીથી આપણે સમજવા જોઈએ. પ્રયોગ–૨૪:- કુમારો ! આ આખોલોક સંસારી જીવોથી છ પ્રકારે ભરેલો છે. પૃથ્વીકાયાદિ તે જીવોની બે ક્રિયા ચાલ્યા કરે છે– સમ્યકત્વ ક્રિયા અને મિથ્યાત્વ ક્રિયા. મિથ્યાત્વક્રિયા વડે સંસારમાં પરિભ્રમણ થાય છે સ્થિતિ, આયુષ્ય, ભવસ્થિતિ, સામાન્ય
42