________________
જેમ કે– (૧) જીવે ચાર ગતિમાંથી જે ગતિમાં જવાની સામગ્રી એકત્રિત કરી છે તે પ્રમાણે ગતિની સાથે આયુષ્ય નિધત્તરૂપ નિર્માણ થાય છે તેને ગતિ નિદ્વત્તાયુ કહે છે. (૨) ઈન્દ્રિયની જાતિ એકથી લઈને પાંચ સુધીની કર્મ પ્રમાણે પ્રાપ્તિ થાય; તેની સાથે આયુષ્ય નિધત્ત થાય છે તેથી જાતિ નિધત આયુ (૩) કેટલો સમય રહેવાનું છે તે નિર્ણય થાય તેને સ્થિતિ નિવ્રુતાયુ (૪) લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ કેટલા પ્રમાણમાં મળે તેનો નિશ્ચય કરે તે અવગાહના નિદ્વત્તાયુ (૫) કેટલા પ્રમાણના પુદ્ગલ પરમાણુને ભોગવશે તે પ્રદેશ નિદ્વતાયુ (૬) તેનો અનુભવ આત્મા કેવી રીતે કરશે, તે અનુભાગ નિધત્તાયુ. આ રીતે છ લેખ લખીને પુણ્ય–પાપનું પાથેય લઈને જીવ જન્મે છે. તેમાં ફેરફાર કરી શકાતો નથી. તેથી વૃદ્ધની કહેવત છે કે છઠ્ઠીના લખિયા લેખ લલાટે મિથ્યા ન થાય. ત્યારબાદ પાણીના જીવોનું અસ્તિત્વ દર્શાવીને કહ્યું છે કે– તે પાણીના અસંખ્યાત જીવોને વાયુકાયનો સહારો મળતાં જ લવણસમુદ્રમાં તોફાન થાય છે. આવું તોફાન બાદર વાયરો ક્યાં—ક્યાં સર્જી શકે તેની વાતનું નિરૂપણ કર્યું.
પ્રયોગ–૧૯ :– સંસારી જીવ પાસે હંમેશાં આઠ કર્મ હોય છે. તેમાંથી ક્યારેક જીવ આઠ પ્રકારના, ક્યારેક સાત પ્રકારના તો ક્યારેક છ પ્રકારના પણ કર્મ બાંધે છે. આ પ્રમાણે નવા કર્મનો બંધ પાડતા જીવ ચારગતિમાં પરિભ્રમણ કરે છે. કોઈકવાર ઋદ્ધિવાળો દેવ થાય તો તેની શક્તિનો પ્રયોગ કેવા પ્રકારે થાય છે તે વર્ણનમાં એક વર્ણવાળા એક આકાર– વાળા રૂપ બહારના પુદ્ગલો લઈને દેવો બનાવી શકે છે તથા એક કલરમાંથી બીજા કલરરૂપે બહારના પુદ્ગલો લઈને પરિણત કરી શકે છે. તેમજ ગંધ–રસ–સ્પર્શ બધામાં પરિવર્તન કરવાની દેવોની શક્તિ છે. પરંતુ બહારની સામગ્રી લઈ મિશ્રણ કરે ત્યારે જ તે થઈ શકે છે. ત્યાર બાદ તેનામાં જાણવાની શક્તિ કેવી છે તે વર્ણન કરતા ભગવતીમૈયા કહે છે કે અશુદ્ઘલેશી દેવ ઉપયોગવાન હોય તો પણ શુદ્ધલેશી અશુદ્ઘલેશી દેવને જાણી શકતા નથી. શુદ્ધલેશી દેવ પણ જ્ઞાનમાં ઉપયોગવાન બને ત્યારે જ શુદ્ઘ કે અશુદ્ઘલેશી અન્ય દેવ–દેવીને જાણી શકે છે, અન્યથા નહીં. તેવા સંદર્ભનું વિશદ વર્ણન સમજાવ્યું.
--
પ્રયોગ–૨૦ ઃ– [ભગવતીમૈયા] કુમારો ! ભગવાન એમ કહે છે– જગતના જેટલા જીવો છે તે પ્રત્યેક જીવને દુઃખ તથા સુખ કેટલા પ્રમાણમાં છે, કેવડું છે તેને કોઈ જ્ઞાની દેખાડી શકવા સમર્થ હોતા નથી. કારણ કે આત્મા પોતે અરૂપી છે. સુખ દુઃખ વગેરે તે આત્માના ગુણ છે તે પણ અરૂપી છે. માટે દેખાડી ન શકાય પરંતુ અનુભવી શકાય છે.
40