________________
Th( 5.
પ્રયોગ–૧૬:- ભગવતી મૈયા] કુમારો ! મારા હૈયાની ધરતી પર અરિહંત પરમાત્માની દિવ્યવાણી વરસી ગઈ છે. તે વાણીમાં ભીંજાતા ભીંજાતા પ્રશ્ન ઊઠ્યો કે આ જીવને રહેવાના સ્થાન આવાસ કેટલા હશે. તેના જવાબમાં નીચેના સ્તરની વ્યાખ્યા કરતા ભગવાને કહ્યું– અધોલોકની સાત પૃથ્વી છે. રત્નપ્રભાથી લઈને છેક અનુતર વિમાન સુધીના આખા લોકમાં જીવના આવાસ સ્થાનો છે. તે આવાસ સ્થાનોમાં જીવ
ક્યારેક મારણાંતિક સમુદ્દાત કરીને ઉત્પત્તિ સ્થાન સુધી આત્મપ્રદેશ ફેલાવી ત્યાં જાય અને પાછા વળે છે અને બીજીવાર મારણાંતિક સમુઠ્ઠાત કરી એટલે મૃત્યુ પામી, ઉત્પત્તિના સ્થાને જાય છે, આહાર લે છે, પરિણમાવે છે, તેમજ શરીર બાંધે છે. આ છે કર્મની વિચિત્રતા. વિચિત્રતાનું કારણ એ છે કે આયુષ્ય કર્મની સ્થિતિ થોડી હોય અને કર્મ દલિકો વધારે હોય, તેને ક્ષય કરવા માટે મારણાંતિક સમુઘાત કરવી પડે છે. જે આત્માઓને સમ કર્મ દલિકો હોય તે મારણાંતિક સમુદ્યાત કર્યા વિના જ આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામી ઉત્પત્તિ સ્થાનમાં પહોંચી જાય છે અને પહોંચતા જ ત્યાં આહાર લે છે, પરિણમાવે છે અને પછી શરીર બાંધે છે. પ્રયોગ–૧૭:- આ શરીરનું પોષક તત્ત્વ વનસ્પતિ રૂપ ધાન્ય છે. તે પણ જીવ છે. તેનું વાવેતર કરતાં અનેક ધાન્ય રૂપે જીવો ઉત્પન્ન થાય છે. તે ધાન્યની ઉત્પાદક શક્તિ કેટલાક વર્ષ સુધી હોય શકે તેની વાત સૂક્ષ્મ રીતે સમજાવી. જીવની ઉત્પાદશક્તિના કાળને દર્શાવતાં, વ્યવહાર પરમાણુથી લઈને પલ્યોપમ, સાગરોપમ તથા ઉત્સર્પિણી, અવસર્પિણી સુધીના માપરૂપ અંકગણિતનું તથા ભરતાદિ ક્ષેત્રના મનુષ્યના આકાર પ્રકારનું જ્ઞાન આપ્યું. પ્રયોગ–૧૮:- કુમારો! રત્નપ્રભાદિ સાત નરક પૃથ્વીની નીચે લાવત્ ઈષપ્રાગભારા પૃથ્વીની નીચે ઘર-દુકાન વગેરે ત્યાં કોઈ બનાવતું નથી ફક્ત ત્યાં વાદળાઓના સમૂહનો ગડગડાટ–ગર્જના અને વર્ષાદિ હોય છે, તે પણ દેવો અસુરકુમારો કે નાગકુમારો કરે છે. તે કરવાનો ક્યાં કોનો કેટલો અધિકાર છે, તેનું વર્ણન વિસ્તારથી સમજાવ્યું.
આ વાર્તાલાપ પછી એક માર્મિક વાત ભગવતીમૈયાએ કુમારોને સમજાવી કુમારો ! આ કાર્ય દેવો કરે તે કૃત્રિમ અચિત્ત વિક્રિયા હોય છે, પરંતુ પ્રત્યેક જીવો જે પૃથ્વી આદિ રૂપે વાસ્તવિક ઉત્પન્ન થાય છે તે જીવો તેના ભવમાં પોતાના કર્મ પ્રમાણે છઠ્ઠીના લેખ લખે છે. અર્થાત્ આયુષ્ય બાંધવાના ટાઈમે છ કર્મની પ્રક્રિયા સર્જાય છે.
39