________________
The .
આયુષ્યને જ ભોગવે છે. પ્રયોગ–૧૫ - કુમારોને ભગવતીમૈયાએ ચૌદમો પ્રયોગ સમજાવ્યો. તે સમજી કુમારો ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયા અને તેમાંથી એક સવાલ પૂછી બેઠા- મા! જો જીવ પ્રત્યાખ્યાન ન કરે તો ક્યાં જાય? તેનો જવાબ દેતા ભગવતી મૈયાએ કહ્યું કે તે ભ્રમણ કરતાં-કરતાં એકેન્દ્રિયમાં પહોંચી જાય છે. તેમાં પણ મલિન ભાવોથી અશુભ લેશ્યાના કારણે તેઓને તમસ્કાય રૂપે ઉત્પન્ન થવું પડે છે. તે છેક અરૂણવર સમુદ્રમાં કાળા વર્ણાદિરૂપ પરિણતિ પામીને પાણીરૂપે(ગાઢ ધુમ્મસ) ઉત્પન્ન થાય છે. અસંખ્યાત અસંખ્યાત જીવોના સમૂહરૂપે હોવાથી તેનો વિસ્તાર ૧૭ર૧ યોજન સુધી ઊંચે એક સરખો હોય છે અને ઉપર જતાં ઊંચે પાંચમા દેવલોક સુધી ફેલાઈ છે, ત્યાં અસંખ્યાત યોજન વિસ્તાર પામે છે. તેમાં કોઈ પ્રવેશ કરે તો તેના અંધકારમાં તે જોઈ શકાતા નથી. તે તમસ્કાયમાં પાણીરૂપે રહેલા જીવો કોઈને માટે ઉપકારનું કાર્ય કરી શકતા નથી; ફક્ત પોતાના કર્મ દ્વારા તેમાં જન્મ-મરણ કરે છે. તેના તેર નામ છે વગેરે વાતો બહુ વિસ્તારથી સમજાવી.
તેની સાથે આઠ કૃષ્ણરાજીની વાત પણ સમજાવી તે પણ બહુ ભયંકર કાળા વર્ણવાળી છે. તેમાં પૃથ્વીકાયના જીવો અશુભ લેશ્યાથી ઉત્પન્ન થાય છે અને ત્યાં જ જન્મ-મરણ કર્યા કરે છે. આ સર્વપરિણામ કર્મરાજાનું છે. કૃષ્ણરાજીના આઠ આકાશાન્તરમાં આઠ લોકાંતિક વિમાનો છે અને આઠ વિમાનોની મધ્યમાં એક વિમાન નવમું છે. તે વિમાનોની શય્યામાં મહાપુણ્યશાળી આત્માઓ દેવરૂપે ઉત્પન્ન થાય છે. તે દેવોને લોકાંતિક કહેવાય છે.
તાત્પર્ય એ જ છે કે શુભાશુભ કર્મના પરિણામ રૂપ જુદા-જુદા ભવોની પ્રાપ્તિ થાય છે. પાંચમા દેવલોકમાં કૃષ્ણરાજી પર્વત પૃથ્વીકાયરૂપ છે. કાળા અશુભ વર્ણવાળા જીવો તેમાં છે અને તેના અવકાશાંતરમાં એટલે કૃષ્ણરાજી રૂપ અશુભ પુલોના આશ્રયે રહેલા શુભ પુદગલ પરિણામવાળા લોકાંતિક વિમાનોમાં બહુ પુણ્યશાળી દેવો પાંચ ઈન્દ્રિય ધારણ કરી ઉત્પન્ન થાય છે, તેઓ સમકિતી હોય છે. જેઓ તીર્થંકર પરમાત્માને દીક્ષાના ભાવ ઉત્પન્ન થાય કે તુર્તજ મૃત્યુલોકમાં આવી હાથ જોડી સંબોધન કરે છે– હે પ્રભુ! ધર્મ માર્ગ પ્રવર્તાવો. તે દેવો પ્રાયઃ એકાવતારી હોય છે. આ રીતે કર્મનું અદ્ભત રહસ્ય ભગવતી મૈયાએ પ્રકાશ્ય.
(38