________________
થાય છે. ત્યારે જીવ કર્માદિ ત્રણ યોગના પ્રયોગથી જ મલિન થાય છે પરંતુ સ્વભાવથી મલિન થતો નથી. જીવ જો સ્વભાવમાં જ રમણ કરે તો કર્મનો સંપૂર્ણ સ્ટોક ખાલી થઈ જાય છે અને તે ચરમભવી થઈને મોક્ષમાં જાય છે. હે કુમારો ! આ વીતરાગ વિજ્ઞાન છે. તેને ચારે ય બાજુઓથી સમજી, જાણી, દરેક પાસાઓને તપાસી, પઠન, પાઠન કરશો તો સુખ–દુઃખરૂપ સંસારના મૂળભૂત કર્મના કરેલા ચય ઉપચયાદિ સ્ટોકને ખાલી કરી, નિર્જરા કરી મોક્ષ પ્રાપ્ત કરશો. પ્રયોગ–૧૪ - ભગવતી મૈયાએ કુમારોને સમજાવતાં કહ્યું કે આત્માના અસંખ્યાત પ્રદેશ ઉપર કર્મનો સ્ટોક જે જમા થાય છે, તેમાં પણ અજાયબી ભરેલી પ્રક્રિયાઓ છે.
પરમાણુ શુદ્ધ દ્રવ્ય ક્યારે ય એકલું આવતું નથી. તે પણ તેનો સ્વભાવ ઢાંકીને અશુદ્ધ બની અનેક પરમાણુ સાથે સંયોગ સંબંધ જોડી કર્મસ્કંધનો પોષાક પહેરીને આવે છે તેથી તેને સપ્રદેશ કહેવાય છે. પરમાણુ પોતે અપ્રદેશ છે. જેવો બીજા પરમાણુ સાથે સંબંધ જોડાયો તેવો તે પ્રદેશ બની જાય છે.
તેથી કર્મકરણ સપ્રદેશી છે તેના દ્વારા જ્યારે નવી-નવી પર્યાયોનો આવિર્ભાવ કરવો હોય ત્યારે પહેલા સમયે જે પર્યાયપણે ઉત્પન્ન થવું હોય તે તેના માટે અપ્રદેશ છે અને પછી બીજા સમયે પર્યાય ઉત્પન્ન થઈ જાય એટલે સપ્રદેશ છે, તેમ કાલાદેશથી કહેવાય છે. તે નારકીથી લઈને ચોવીસ દંડકના જીવો માટે જાણવું. આહારક, ભવ્યાદિથી લઈને પર્યાપ્તિ દ્વાર સુધી કોઈને સપ્રદેશી અથવા અપ્રદેશી કહીને ત્રણ ભાંગા અથવા છ ભાંગાની પ્રક્રિયાઓથી વાસિત કરાય છે. આ બધી પ્રક્રિયાની પદ્ધતિને તોડવાની એક અપૂર્વ પદ્ધતિ છે– પ્રત્યાખ્યાન.
જે જીવ સર્વથી પ્રત્યાખ્યાન ગ્રહણ કરે છે, તેને પ્રત્યાખ્યાની કહેવાય છે. જેઓ પ્રત્યાખ્યાન ગ્રહણ કરતા નથી, તે અપ્રત્યાખ્યાની કહેવાય છે અને જેઓ દેશથી પ્રત્યાખ્યાન કરે છે તેને પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની કહેવાય છે. મનુષ્ય આ ત્રણેય પ્રકારના હોય છે. તિર્યંચ પંચેન્દ્રિય બે પ્રકારના અને બાવીસ દંડકના જીવો એક પ્રકારના એટલે અપ્રત્યાખ્યાની હોય છે.
હે કુમારો! ચોવીસ દંડકમાં માત્ર વૈમાનિક દેવો ત્રણે ય પ્રકારના નિર્વતિત આયુષ્યને ભોગવી રહ્યા હોય છે અને બાકીના સર્વ જીવો માત્ર અપ્રત્યાખ્યાન નિર્વર્તિત
37