________________
અગ્નિની ચિનગારી મૂકે કે તે તુરંત બળી ભસ્મીભૂત થઈ જાય છે અને જેમ લોખંડની ગરમ લોઢી ઉપર જળનું બિન્દુ ભસ્મીભૂત થઈ જાય છે, તેમ અણગારોનાં નવા કર્મ ન બંધાતા જૂના કર્મક્ષય થઈ જાય છે. બાકીના જીવોના કર્મોનો ક્ષય કર્દમથી ખરડાયેલા વસ્ત્રની જેમ દુસ્તર હોય છે વગેરે વિસ્તાર સમજાવ્યો.
-
પ્રયોગ–૧૨ :– જીવોને પ્રાપ્ત થયેલા કરણની વ્યાખ્યા કર્યા પછી ભગવતી મૈયાએ કહ્યું કે અધ્યાત્મક્ષેત્રમાં કર્મનું નાટક કેવું અદ્ભુત હોય છે તે વાત સાંભળો. વીતરાગ વિજ્ઞાન દર્શાવે છે કે કરણનું પોષણ કરવા માટે આહાર લેવો પડે છે; તે આહારના પુદ્ગલો કેવા હોય તેનું વિશદ વર્ણન આપણે સમજવું હોય તો પ્રજ્ઞાપના સૂત્રમાંથી જાણી જોઈ શકાશે.
પ્રયોગ–૧૩ઃ— [ભગવતી મૈયા] કુમારો! આજનો પ્રયોગ વધારે સૂક્ષ્મ છે. જે કર્મકરણ છે તે ત્રણે ય કરણમાં બળ પૂરે છે. તે સંસારનો મુખ્ય રાજા છે. તેના તંત્રથી જીવ મહાકર્મવાન, ક્રિયાવાન, આશ્રવવાન થઈ જાય છે. તેથી જીવ પાસે કર્મનો સ્ટોક જમા થાય છે. તેને ચય–ઉપચય નામથી સંબોધાય છે. તે પુદ્ગલકર્મ રજનો ચય–ઉપચય કેવી રીતે થાય ? તેના માટે કોરાકટ વસ્ત્રનું ઉદાહરણ પરમાત્માએ આપ્યું છે– જેમ કોરુકટ વસ્ત્ર સ્વભાવથી પડ્યું–પડ્યું ચારે ય દિશાઓમાંથી આવતી રજ પકડી પીળું પડી જાય છે અને પુરુષ પ્રયોગથી પણ મેલું થતાં–થતાં મસોતાના રૂપમાં પરિવર્તન પામી જાય છે, તેમ જીવ મહાપાપાશ્રવની ક્રિયા કરીને અશુભવર્ણ, ગંધ, રસ, ,સ્પર્શાદિનો ચય ઉપચય વારંવાર કરતો મલિન પરિણામથી પરિણત થતો દુઃખરૂપે પરિણમી જાય છે. તેથી સ્વયં દુઃખી થતો પોતાનો સંસાર દુઃખમય કરે છે.
બીજી રીતે જોઈએ તો કોરુકટ વસ્ત્ર વાપરવાથી મેલું થયાં પછી તેને વારંવાર ધોઈ સાફ કરવામાં આવે તો સારું અને સ્વચ્છ થઈ જાય છે, તેમ જીવ શુભ પરિણામથી અલ્પાશ્રવ અને અલ્પ ક્રિયાવાળો બને છે ત્યારે વર્ણાદિને શુભરૂપે પરિણત કરતો સુખી થાય છે અને પોતાના સંસારને સુખી કરે છે. બંને પ્રકારની ક્રિયાઓ મહા તથા અલ્પ હોવા છતાં એ સંસારની છે. તેથી બહુકર્મ–અલ્પકર્મ ક્રિયા દ્વારા બંધાય છે. તે કર્મના જ્ઞાનાવરણીયાદિ રૂપ આઠ વિભાગ થાય છે તેની સ્થિતિ, વેદ, લેશ્યાદિ અનેક ભેદ–પ્રભેદ રૂપ સંસારનો ઈતિહાસ રચાય છે.
આ પ્રયોગનો મર્મ એ જ છે કે વસ્ત્ર સ્વભાવ અને પ્રયોગ બંને પ્રકારે મલિન
36