________________
Th( 5.
પ્રયોગ-૮ :- પ્રભુ મહાવીરના નિર્ચથી પુત્ર અને નારદપુત્ર અણગાર નામના બે શિષ્યનો તત્ત્વસંબંધી વાર્તાલાપ ભગવતી મૈયાએ બંને કુમારોને સંભળાવ્યો.
વાત સમજવી હોય તો કેવો વિનય કરવો જોઈએ, તે શિક્ષા નારદપુત્ર અણગારના જીવનથી આપી.
આ લોકમાં જીવો ક્યાં વધે કે ઘટે નહીં, અવસ્થિત જ રહે છે પરંતુ નરકાદિ ગતિમાં જીવની વધ-ઘટ અને ક્યારેક અવસ્થિત અવસ્થા હોય તે તથા ચય, ઉપચય, નિરુપચય, નિરપચય ઈત્યાદિ જીવની અવસ્થાનું વર્ણન કર્યું. પ્રયોગ-૯:-પૃથ્વી–જલાદિ સચિત્ત, કૂટ–શૈલ વગેરે અચિત્ત પદાર્થોથી યુક્ત રાજગૃહ નગર સંબંધી પ્રશ્નોત્તરી; ઉદ્યોત, પ્રકાશ, અંધકારની પ્રશ્નોત્તરી; મનુષ્ય ક્ષેત્રમાં સમયાદિ; પાર્શ્વનાથના શિષ્યોની અનંતરાત્રિ વિષયક ચર્ચાના માધ્યમથી ભગવાનનું મંતવ્ય કુમારો સમક્ષ પ્રગટ કર્યું. પ્રયોગ–૧૦:- સૂર્યના પ્રથમ પ્રયોગમાં કહેલા વિષયની જેમ ચંદ્રના વિષયમાં પણ ભગવતી મૈયાએ સમજાવ્યું.
પાંચમા શતકના દશ પ્રયોગ દ્વારા બંને કુમારોને તાત્પર્ય સમજાઈ ગયું કે આત્મા સમ્યફ સૂર્ય પ્રકાશ પામી જાય તો ક્યારે ય અંધકારમાં જવું ન પડે. દશમો પ્રયોગ પૂરો કરી છઠા ખંડનો પ્રયોગ શિખડાવવા માટે અગિયારમા પ્રયોગમાં ભગવતી મૈયાએ પ્રવેશ કરાવ્યો. પ્રયોગ–૧૧ - ભગવતી મૈયા] કુમારો! જીવે બાંધેલા કર્મને ભોગવવા પડે છે, તે ભોગવતી વેળાએ કોઈક આત્માને મહાવેદના થાય છે. ભોગવી લીધા પછી તે ખરી પડે છે, તેને નિર્જરા કહે છે. તે નિર્જરા કોઈને અલ્પ કે કોઈને મહા થાય છે, તેની પણ ચૌભંગી થાય છે. આ રીતે નારકીથી લઈને સર્વાર્થસિદ્ધ વિમાનના જીવો માટે વર્ણન કર્યું છે. કર્મ બાંધવા–વેદવા–નિર્જરા વગેરેનો અનાદિ ક્રમ ચાલુ છે પરંતુ મર્મ એ જ છે કે કર્મ ભોગવતાં પ્રશસ્ત નિર્જરા થવી જોઈએ. નિર્જરા થયા પછી તે જ પુદ્ગલ પરમાણુ કાર્મણ વર્ગણા બની પાછા કર્મરૂપે બંધાવા ન જોઈએ, તેના માટે એવો ધ્રુવ પ્રયોગ દર્શાવ્યો કે શ્રમણોની નિર્જરા જ પ્રશસ્ત છે. કારણ કે નવા કર્મ ન બંધાય તેની સાવધાની જયણા તેની પાસે હોય છે. તેણે માટે ઉદાહરણ આપ્યું કે જેમ તૃણનો ઢગલો હોય તેમાં ફક્ત