________________
ત્યાં સુધી ભાંડ–ધન વગેરે સંબંધી ક્રિયા વિક્રેતાને લાગે છે. આરંભિકીથી લઈને મિથ્યાદર્શન પ્રત્યયિક ક્રિયા ક્યારે લાગે કે ન લાગે તેનું વર્ણન સમજાવ્યું. અગ્નિના જીવોની અલ્પ અને મહાક્રિયાનું રહસ્ય સમજાવ્યું. તીર મારવાથી કોઈ પ્રાણીનું મૃત્યુ થાય ત્યારે મારનાર વ્યક્તિ, મારવામાં વપરાયેલ તે ધનુષ્ય, તે ધનુષ્યની દોરી, તીર વગેરે સર્વ અવયવો, જે જીવના શરીરમાંથી બન્યા હોય તે જીવોને પાંચ ક્રિયા લાગે તેનું કારણ સમજાવ્યું. ત્યારબાદ પાચેંસો યોજન સુધી નારકીઓથી ખીચોખીચ ભરેલો નરક લોક અને નારકીનું વિકુર્વણા સામર્થ્ય સમજાવ્યું.
આધાકર્મ આહાર કરીને આલોચના કરનાર સાધુઓનું આરાધકપણું અને આધાકર્મ આદિ દોષોવાળા આહાર લેવામાં પાપ નથી તેવી પ્રરૂપણા કરનારનું અને તેવા આહાર દેનાર, લેનાર અનુમોદન આપનારનું વિરાધકપણું સ્પષ્ટ કર્યું :
ખેદ રહિત આહ્લાદ ભાવે શિષ્યાદિનો સ્વીકાર કરી તેની સારણા, વારણા ધારણા કરનાર આચાર્ય, ઉપાધ્યાયમાંથી કેટલાક ગુરુ ભગવંતો તે જ ભવે સિદ્ધ થાય, કેટલાક બે ભવ ગ્રહણ કરી સિદ્ધ થાય, નહીં તો ત્રીજે ભવે જરૂર સિદ્ધ થાય.
જીભનો દુરુપયોગ કરી અન્ય પર આરોપ–આક્ષેપ મૂકનારને તેવા જ કર્મનો બંધ થાય અને તે કર્મના ઉદય સમયે તેવા આક્ષેપો આવે તે કથન દ્વારા કર્મના મર્મને સમજાવ્યો.
પ્રયોગ–૭ :– હે કુમારો ! કેવળી પ્રરૂપિત પુદ્ગલ પરમાણુ વગેરેની વાતો ઘણી સમજવા જેવી છે. પરમાણુનું કંપન, પરમાણુ અને સ્કંધનો આશ્રય, છેદન, ભેદન, દગ્ધ થવું, ભીંજાવું, સ્ખલન આદિ; સાર્ધ, સમધ્ય, સપ્રદેશ, અનર્ધ, અમધ્ય, અપ્રદેશ આદિ વિકલ્પો, તેની વિવિધ અવસ્થાની સ્થિતિ, અંતર, દ્રવ્યાદિ સ્થાનઆયુ આદિ; અલ્પબહુત્વ વગેરે જાણી પર દ્રવ્ય પુદ્ગલના મમત્વથી દૂર રહેજો.
હે કુમારો ! ૨૪ દંડકના જીવો પૃથ્વી, પાણી આદિ જીવોની ઘાત કરવાના કારણે આરંભી છે અને સચિત્ત અચિત્ત મિશ્ર પદાર્થોના ગ્રહણ અને મમત્વના કારણે સપરિગ્રહી છે, આ આરંભ પરિગ્રહ જ અંધકારરૂપ છે. કર્મબંધના કારણભૂત હેતુ અને કર્મબંધના અકારણભૂત અહેતુનું જ્ઞાન, શ્રદ્ધા આદિ અને તેના દ્વારા થતાં છદ્મસ્થમરણ, અજ્ઞાનમરણ, કેવલીમરણ વગેરે રહસ્યમયી વાતો તમે જાણો અને આરંભ પરિગ્રહના ત્યાગી બની જાઓ.
34