________________
દેવા માટે વપરાતા નોસંયતનો અસંયત એવા મૃદુ શબ્દનું રહસ્ય અને અર્ધમાગધી દેવભાષાનું જાણપણું કરાવ્યું.ચરમ શરીરીને કેવળી ભગવાનની જેમ છપસ્થ અણગાર જાણી કે જોઈ ન શકે. પરંતુ કેવળી કે કેવળી ઉપાસક વગેરે પાસેથી સાંભળીને આગમાદિ પ્રમાણથી છદ્મસ્થ જાણી શકે છે. પ્રમાણના ભેદ-પ્રભેદ, કેવળી–છપ્રસ્થ વચ્ચેનો તફાવત, કુમારોને સમજાવ્યો.
કેવળી ભગવાન સમર્થ હોવા છતાં અને તેઓમાં સ્વ શક્તિનું સંપૂર્ણ સામર્થ્ય પ્રગટ થયેલું હોય તોપણ પરદ્રવ્યથી ઉત્પન્ન કરેલા કર્મજન્ય પદ્ગલિક અંગોપાંગ રૂપ ઉપકરણોને તેઓએ જે જગ્યા પર, જે આકાશપ્રદેશો પર રાખ્યા હોય, ત્યાંથી ઉપાડીને ફરી પાછા તે જ આકાશપ્રદેશો પર રાખી શકે નહીં, તેવી અંગોપાંગરૂપ ઉપકરણોની સૂક્ષ્માતિસૂક્ષ્મ અસ્થિરતા સમજાવીને કહ્યું કે પરદ્રવ્યની ક્રિયામાં, ચલ સ્વભાવમાં કંઈ ફેરફાર કરી શકાતો નથી; તેવો પરમાર્થ પ્રરૂપ્યો તથા શ્રુત કેવળીનું લબ્ધિ પ્રયોગ સામર્થ્ય ઘટ, પટ, કટ, રથ, છત્ર, દંડ આદિને ઉત્સરિકા ભેદ વડે ભેદાતા એકમાંથી હજાર રૂપ દેખાડી શકે છે, તે વાતનો મર્મ સમજાવ્યો. પ્રયોગ–૫:- કેવલી ભગવાન દ્વારા નિર્દિષ્ટ સંયમ સંવર આદિનું પાલન કરનાર છવસ્થ મનુષ્ય સિદ્ધ થઈ શકતા નથી. તેઓ સંયમ તપ દ્વારા ઘનઘાતી કર્મનો ક્ષય કરી અનંતજ્ઞાનાદિ ગુણો પ્રગટ કરી કેવળી થયા પછી જ અઘાતિકર્મનો ક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.
જીવો પોતાના બાંધેલા કર્મ પ્રમાણે જે વેદનાનો અનુભવ કરે તેને એવંભૂત વેદના કહે છે અને કરેલા કર્મ પ્રમાણે વેદના ન અનુભવે, પરિવર્તિત કરીને અનુભવે તેને અનેવંભૂત વેદના કહે છે. કાળના બે પ્રકાર છે– અવસર્પિણી અને ઉત્સર્પિણી. ભરત, ઐરાવત ક્ષેત્રમાં કુલકરો, તીર્થકરો, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ તેમના માતા-પિતા, સ્ત્રીરત્ન વગેરે થયા તેના નામો વિવિધતાથી દર્શાવ્યા. પ્રયોગ-૬ – આધાકર્મી આહારદાનથી અલ્પાયુ બંધાય છે. હિંસા, અસત્ય અને નિંદા વગેરે કારણોથી અશુભ દીર્ઘ આયુષ્ય બંધાય છે. સુપાત્રને નિર્દોષદાન આદર ભાવે આપવાથી શુભ દીર્ધાયુષ્ય બંધાય છે. હે કુમારો! સુપાત્રદાનનો અવસર આવે તો ક્યારે ય ચૂકતા નહીં. બીજી વાત મૈયાએ સંભળાવી કે કરિયાણાનો વેપારી કરીયાણુ વેચે, ખરીદનાર ખરીદે પરંતુ જ્યાં સુધી માલિકી ન છૂટે, ખરીદનારના ઘરમાં ન પહોંચે