________________
શતક-૭ : ઉદ્દેશક-૯
(૧) પ્રસ્તુત સૂત્રાનુસાર વિકુર્વણા કરનાર અણગાર હોય તો જે સ્થાન પર રહી વિક્રિયા કરે છે ત્યાંના પુદ્ગલ ઈહગત. વિક્રિયા કરીને જે સ્થાન પર જાય ત્યાંના પુદ્ગલ તત્રગત અને તે બંને સ્થાનથી ભિન્ન સ્થાનના પુદ્ગલ અન્યત્રગત કહેવાય છે.
(૨) શતક–૬/૯ના કથન અનુસાર વિકુર્વણા કરનાર દેવ હોય તો મનુષ્ય લોકના પુદ્ગલ' ઈહગત. દેવલોકના પુદ્ગલ તત્રગત અને તે બંને સ્થાનથી ભિન્ન સ્થાનના પુદ્ગલ અન્યત્રગત કહેવાય છે. પ્રસ્તુત સૂત્રમાં વિકુર્વણા કરનાર અણગારની અપેક્ષાએ કથન છે.
ઈહગત આદિના અર્થ ઃ
વિકુર્વણા કરનાર
દેવ
અણગાર
૩૯૭
ઈહગતનો અર્થ
મનુષ્યલોક
સ્વસ્થાન
તંત્રગતનો અર્થ
દેવલોક
વિકુર્વણા કરીને જવાનું
સ્થાન
અન્યત્રગતનો અર્થ
બંનેથી ભિન્ન સ્થાન
બંનેથી ભિન્ન સ્થાન
મહાશિલાકટક સંગ્રામ :
४ णायमेयं अरहया, सुयमेयं अरहया, विण्णायमेयं अरहया ! महासिलाकंटए संगामे । महासिलाकंटए णं भंते ! संगामे वट्टमाणे के जइत्था, के पराजइत्था ?
गोयमा ! वज्जी, विदेहपुत्ते जइत्था; णव मल्लई, णव लेच्छई कासीको लगा अट्ठारस वि गणरायाणो पराजइत्था ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે અત્યંત પ્રભો ! અમે આ જાણ્યું છે, સાંભળ્યું છે અને વિશેષરૂપે જાણ્યું છે કે મહા— શિલાકંટક નામનો સંગ્રામ થયો છે; તો હે ભગવન્ ! તે મહાશિલાકંટક સંગ્રામમાં કોનો વિજય થયો, કોનો પરાજય થયો ?
ઉત્તર– હે ગૌતમ ! વજ્રધારી–શક્રેન્દ્રનો અને વિદેહપુત્ર કોણિક રાજાનો વિજય થયો; નવ મલ્લ જાતિના અને નવ લિચ્છવી જાતિના જે કાશી અને કોશલ દેશના ૧૮ ગણરાજા હતા, તેનો પરાજય થયો.
५ तए णं से कोणिए राया महासिलाकंटगं संगामं उवट्ठियं जाणित्ता कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी - खिप्पामेव भो देवाणुप्पिया ! उदाई हत्थरायं पडिकप्पेह, हय-गय-रह-पवर - जोहकलियं चाउरंगिणिं सेणं सण्णाहेह, सण्णाहित्ता मम एयमाणत्तियं खिप्पामेव पच्चप्पिणह ।
ભાવાર્થ :– તે સમયે મહાશિલાકંટક સંગ્રામની પરિસ્થિતિ ઉપસ્થિત થયેલી જાણીને કોણિક રાજાએ