________________
૩૯૬ ]
શ્રી ભગવતી સત્ર-૨
શબ્દાર્થ - રૂદાઈ = અહીં રહેલા તત્થા = ત્યાં રહેલા મણસ્થા = અન્યત્ર રહેલા. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે અસંવૃત અણગાર અહીં (મનુષ્યલોકમાં) રહેલા પુદ્ગલોને ગ્રહણ કરીને વિદુર્વણા કરે છે? કે ત્યાં રહેલા પુદ્ગલોને ગ્રહણ કરીને વિફર્વણા કરે છે? કે અન્યત્ર રહેલા પુદ્ગલો ગ્રહણ કરીને વિદુર્વણા કરે છે?
ઉત્તર- હે ગૌતમ! તે અસંવૃત અણગાર અહીં (મનુષ્યલોકમાં) રહેલા પુલોને ગ્રહણ કરીને વિફર્વણા કરે છે; પરંતુ તે ત્યાં રહેલા પુદ્ગલોને ગ્રહણ કરીને વિદુર્વણા કરતા નથી અને અન્યત્ર રહેલા પુદ્ગલોને ગ્રહણ કરીને પણ વિદુર્વણા કરતા નથી.
આ જ રીતે (૨) એક વર્ણ અનેક રૂપ (૩) અનેક વર્ણ એક રૂપ, (૪) અનેક વર્ણ અનેક રૂપની વિદુર્વણારૂપ ચૌભંગીનું કથન કરવું. તેમજ શતક-૬૯/પ પ્રમાણે અહીં સંપૂર્ણ વર્ણન કરવું પરંતુ વિશેષતા એ છે કે અહીં અણગારના કથનનો આલાપક છે અને ત્યાં દેવ સંબંધી આલાપક છે માટે ત્યાં તત્રગત પુદ્ગલ ગ્રહણ કરીને વિદુર્વણા કરવાનું કથન છે અને પ્રસ્તુતમાં ઈહગત પુદ્ગલ ગ્રહણ કરીને વિકુવર્ણા કરવાનું કથન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અસંવૃત (પ્રમત્ત) અણગારના વિદુર્વણા સામર્થ્યનું નિરૂપણ શતક-દ૯િ ના અતિદેશપૂર્વક કર્યું છે. વાહિ! પત્તેિ - બાહ્ય પુદ્ગલ. જે પુદ્ગલોને જીવે શરીરાદિ રૂપે પરિણત કરી લીધા હોય તેને આત્યંતર પુદ્ગલ કહેવાય છે અને તે સિવાયના પુદ્ગલ બાહ્ય પુદ્ગલ કહેવાય છે.
કોઈ પણ જીવ શરીરાદિરૂપે પરિણત ન થયેલા સ્વક્ષેત્રાવગાઢ પુદ્ગલને ગ્રહણ કરીને જ વિદુર્વણા કરી શકે છે.
પ્રમત્ત અણગારને જ્યારે વૈક્રિય શરીર બનાવવું હોય ત્યારે તે શરીર બનાવવા તેને અન્ય પુદ્ગલની જરૂર પડે છે. તે વૈક્રિય શરીર બનાવવા સહુથી પ્રથમ આત્મ પ્રદેશોને દંડાકારે ફેલાવે છે. ત્યારપછી તે આત્મપ્રદેશાવગાઢ વૈક્રિયશરીર યોગ્ય નૂતન પુલોને ગ્રહણ કરે છે. તે પુદ્ગલો બાહ્ય પુદ્ગલ કહેવાય છે.
વૈક્રિય લબ્ધિમાન અસંવૃત અણગાર અહીં રહેલા બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને એક વર્ણ એક રૂપ, એક વર્ણ અનેક રૂપ, અનેક વર્ણ એક રૂપ, અનેક વર્ણ અનેક રૂપની વિદુર્વણા કરવામાં સમર્થ છે. બહારના પુલોને ગ્રહણ કર્યા વિના વિદુર્વણા કરી શકતા નથી. વર્ણની જેમ ગંધ, રસ, સ્પર્શ આદિના વિવિધ વિકલ્પ પણ તેના વિકર્વણા સામર્થ્યમાં છે, જેનું કથન શતક ૬૯ ની જેમ કરવું. ત્યાં દેવની વિદુર્વણાનું કથન છે. અહીં પ્રમત્ત અણગારની વિદુર્વણાનું કથન છે.
Hપ, ત
પ, અOIL :- આ શબ્દોના અર્થ વિર્વણા કરનાર જીવના આધારે બે પ્રકારે થાય છે.