________________
શતક-૭ : ઉદ્દેશક-૮
૩૯૧]
(૮) લોભ સંશા - લોભના ઉદયથી સચિત્ત-અચિત્ત પદાર્થ પ્રાપ્તિની લાલસા. (૯) ઓઘ સંશા - અસ્પષ્ટ ઈચ્છા અને ધૂનમાં ને ધૂનમાં ઉપયોગ વિનાની પ્રવૃત્તિ કરવી. (૧૦) લોક સંશા - લોકરૂઢિ અથવા લોકદષ્ટિ અનુસાર પ્રવૃત્તિ કરવાની ઈચ્છા થવી.
આ દસે સંજ્ઞાઓ જૂનાધિકરૂપે સર્વ છદ્મસ્થ સંસારી જીવોમાં પ્રાપ્ત થાય છે. નૈરયિકની દશ પ્રકારની વેદના :| ५ रइया दसविहं वेयणं पच्चणुभवमाणा विहरति, तं जहा- सीयं, ૩ાિં , રઘુદ્ધ, ઉપવાસ, હું, પરડ્યું, ગાં, રાઇ, મય, તો ! ભાવાર્થ – નૈરયિક જીવ દસ પ્રકારની વેદનાનો અનુભવ કરતા રહે છે, તે આ પ્રમાણે છે– (૧) શીત (૨) ઉષ્ણ (૩) ક્ષુધા (૪) પિપાસા (૫) ખુજલી (૬) પરાધીનતા (૭) જ્વર(તાવ) (૮) દાહ (૯) ભય (૧૦) શોક. વિવેચન :
સૂત્રોક્ત દશ પ્રકારની વેદના ક્ષેત્ર વેદના કહેવાય છે. તે સિવાય નૈરયિકોને દેવકૃત વેદના અને પરસ્પરકૃત વેદના પણ હોય છે. હાથી અને કુંથવાની ક્રિયામાં સમાનતા :
६ से णूणं भंते ! हत्थिस्स य कुंथुस्स य समा चेव अपच्चक्खाणकिरिया कज्जइ ? हंता गोयमा ! हथिस्स य कुंथुस्स य जाव कज्जइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું હાથી અને કુંથુવાને અપ્રત્યાખ્યાન ક્રિયા સમાનરૂપે લાગે છે ?
ઉત્તર- હા, ગૌતમ ! હાથી અને કુંથુવાને સમાનરૂપે અપ્રત્યાખ્યાન ક્રિયા લાગે છે. ७ से केण?णं भंते ! एवं वुच्चइ जाव कज्जइ ? गोयमा ! अविरई पडुच्च । से तेणटेणं जाव कज्जइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે હાથી અને કુંથુવાને સમાનરૂપે અપ્રત્યાખ્યાન ક્રિયા લાગે છે?
ઉત્તર– હે ગૌતમ!હાથી અને કુંથુવામાં અવિરતપણું સમાન છે; માટે બંને જીવની અપ્રત્યાખ્યાન ક્રિયા સમાન છે.