________________
૩૯૨ ]
શ્રી ભગવતી સત્ર-૨
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અને કંથવાના પ્રશ્નથી સંસારના સમસ્ત જીવોની અપ્રત્યાખ્યાન ક્રિયાનું નિરૂપણ છે. શતક ૧/૯માં આ જ વિષયને શ્રીમંત કે દરિદ્ર આદિની અપેક્ષા સમજાવ્યો છે. વિવેચન માટે જુઓ ભાગ-૧, પૃષ્ટ-૨૧૮.
આધાકર્મ દોષનું ફળ :| ८ आहाकम्मं णं भंते ! भुंजमाणे किं बंधइ, किं पकरेइ, किं चिणाइ, किं उवचिणाइ ?
एवं जहा पढमे सए णवमे उद्देसए तहा भाणियव्वं जाव सासए पंडिए, पंडियत्तं असासयं । ॥ सेवं भंते ! सेवं भंते ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આધાકર્મ આહારાદિનું સેવન કરનાર સાધુ શું બાંધે છે? શું કરે છે? શેનો ચય કરે છે? અને શેનો ઉપચય કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! આધાકર્મ આહારાદિનું સેવન કરનાર સાધુ આયુષ્યકર્મને છોડીને શેષ સાતકર્મની પ્રકૃતિને, જો શિથિલબંધથી બાંધી હોય તો ગાઢ બંધનવાળી કરે છે યાવતુ તે વારંવાર સંસાર પરિભ્રમણ કરે છે વગેરે તથા પંડિત શાશ્વત છે અને પંડિતત્વ અશાશ્વત છે ત્યાં સુધીનું કથન શતક–૧/૯ પ્રમાણે જાણવું. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. I.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શતક ૧/૯ ના અતિદેશપૂર્વક આધાકર્મ દોષ સેવનનું સંસાર પરિભ્રમણરૂપ દુષ્કળ પ્રગટ કર્યું છે. વિસ્તૃત વિવેચન માટે જુઓ ભાગ-૧, પુષ્ટ-૨૧૮ થી રરર.
છે શતક ૭/૮ સંપૂર્ણ