________________
૩૯૦ ]
શ્રી ભગવતી સત્ર-૨
સંજ્ઞાઓના દશ પ્રકાર :४ कइ णं भंते ! सण्णाओ पण्णत्ताओ?
गोयमा ! दस सण्णाओ पण्णत्ताओ, तं जहा- आहारसण्णा, भयसण्णा, मेहुणसण्णा, परिग्गहसण्णा, कोहसण्णा, माणसण्णा, मायासण्णा, लोभसण्णा, लोगसण्णा, ओहसण्णा । एवं जाव वेमाणियाणं । ભાવાર્થ- પ્રશ્ન- હે ભગવન્! સંજ્ઞાના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! સંજ્ઞાના દસ પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) આહાર સંજ્ઞા (૨) ભયસંજ્ઞા (૩) મૈથુનસંજ્ઞા (૪) પરિગ્રહસંજ્ઞા (૫) ક્રોધસંજ્ઞા () માનસંજ્ઞા (9) માયાસંજ્ઞા (૮) લોભસંજ્ઞા (૯) લોકસંજ્ઞા (૧૦) ઓઘસંજ્ઞા. વૈમાનિક પર્યત ૨૪ દિડકોમાં આ દશ સંજ્ઞા છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ૨૪ દંડકવર્તી જીવોમાં આહારસંશા આદિ ૧૦ પ્રકારની સંજ્ઞાઓનું કથન છે. સંશાઃ- (૧) વેદનીય અને મોહનીય કર્મના ઉદયથી તથા જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતી આહારાદિ પ્રાપ્તિની ઈચ્છા વિશેષને સંજ્ઞા કહે છે. (૨) જીવનું આહારાદિ વિષયક ચિંતન અથવા માનસિક જ્ઞાન સંજ્ઞા છે. (૩) જે ક્રિયાથી જીવની ઈચ્છા જાણી શકાય તે ક્રિયાને સંજ્ઞા કહે છે. શાસ્ત્રમાં અન્યત્ર આહારાદિ ચાર સંજ્ઞાઓનું કથન છે અહીં વિસ્તારની અપેક્ષાએ તેના દશ ભેદ કહ્યા છે. (૧) આહાર સંજ્ઞા - સુધાવેદનીયના ઉદયથી આહારની ઈચ્છા, અભિલાષા. (૨) ભય સંજ્ઞા -ભય મોહનીયના ઉદયથી વ્યાકુળ ચિત્તયુક્ત આત્માનું ભયભીત થવું, કંપવું, રોમાંચિત થવું, ગભરાવું વગેરે. (૩) મૈથન સંસાઃ- વેદ મોહનીય કર્મના ઉદયથી સ્ત્રી પુરુષ આદિને પરસ્પર એક બીજાના અંગસ્પર્શની અને તેને જોવા આદિની ઈચ્છા થાય, તે મૈથુન સંજ્ઞા કહેવાય અથવા જેનાથી મૈથુનેચ્છા અભિવ્યક્ત થાય, તેને મૈથુન સંજ્ઞા કહે છે.
(૪) પરિગ્રહ સંજ્ઞાઃ-લોભ કષાય મોહનીયના ઉદયથી સચિત્ત, અચિત્ત અથવા મિશ્રદ્રવ્યનો આસક્તિપૂર્વક સંગ્રહ કરવાની ઈચ્છા.
(૫) ક્રોધ સંશા - ક્રોધના ઉદયથી આવેશમાં આવવું અને નેત્રનું લાલ થવું, કંપવું વગેરે. () માન સંજ્ઞા :- માનના ઉદયથી અહંકારાદિરૂપ પરિણામ થવા. અપમાન થાય તો દુઃખ થવું. (૭) માયા સંસા:- માયાના ઉદયથી દુર્ભાવનાવશ અન્યને ઠગવા, વિશ્વાસઘાત કરવો વગેરે.