________________
શતક-૭: ઉદ્દેશક-૮
૩૮૯
કહ્યા અનુસાર રઘુવં વા મહાતિય વા આ પાઠ સુધી જાણવું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં રાજપ્રશ્રીય સૂત્રપાઠના અતિદેશપૂર્વક હાથી અને કુંથવામાં સમાન જીવત્વની પ્રરૂપણા કરી છે.
હાથીનું શરીર મોટું અને કુંથવાનું શરીર નાનું હોવા છતાં પણ બંનેના જીવ સમાન છે, તે વિષયને સિદ્ધ કરવા માટે રાજપ્રશ્રીય સૂત્રમાં દીપકનું દષ્ટાંત આપ્યું છે. જેમ એક દીપકનો પ્રકાશ આખા ઓરડામાં ફેલાયેલો હોય છે. જો તેને કોઈ વાસણ દ્વારા ઢાંકી દઈએ તો તેનો પ્રકાશ વાસણ પ્રમાણ થઈ જાય છે. આ રીતે જ શરીરધારી જીવનો સ્વભાવ પણ સંકોચ-વિસ્તારનો હોય છે. તેને જેવું શરીર મળે તે પ્રમાણે તેનો સંકોચ કે વિસ્તાર થઈ જાય છે. જ્યારે જીવ હાથીનું શરીર ધારણ કરે છે, ત્યારે તેના આત્મ પ્રદેશો વિસ્તાર પામીને તે મોટા શરીરમાં વ્યાપ્ત થઈ જાય છે અને જ્યારે કંથવાનું શરીર ધારણ કરે ત્યારે તે આત્મપ્રદેશો સંકોચ પામીને નાના શરીરમાં વ્યાપ્ત થઈ જાય છે. આ રીતે કેવળ નાના-મોટા શરીરનું જ અંતર છે, જીવમાં કોઈ અંતર નથી, સર્વ જીવો અસંખ્યાત પ્રદેશ છે.
પાપકર્મનું ફળ : દુઃખ :| ३ |णेरइयाणं भंते ! पावे कम्मे जे य कडे, जे य कज्जइ, जे य कज्जिस्सइ सव्वे से दुक्खे, जे णिज्जिण्णे से सुहे ? ___हंता गोयमा ! णेरइयाणं पावे कम्मे जाव जे णिज्जिण्णे से सुहे । एवं जाव वेमाणियाणं । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! નરયિકો દ્વારા જે પાપકર્મ કરાયું, કરાય છે અને કરાશે, શું તે સર્વ દુઃખરૂપ છે અને (તેના દ્વારા) જેની નિર્જરા થઈ છે, શું તે સુખરૂપ છે?
ઉત્તર– હા, ગૌતમ! નૈરયિકો દ્વારા જે પાપકર્મ કરાયું, કરાય છે અને કરાશે તે સર્વ દુઃખરૂપ છે અને જે પાપકર્મની નિર્જરા થઈ છે, તે સર્વ સુખરૂપ છે. આ જ રીતે વૈમાનિક પર્યત કહેવું.
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં નૈરયિકોથી વૈમાનિક પર્યત સર્વ જીવોને માટે ત્રણે કાલમાં પાપકર્મ દુઃખરૂપ છે અને તેની નિર્જરા સુખરૂપ છે, તે વિષયનું કથન કર્યું છે. નિષ્કર્ષ - પાપકર્મ દુઃખરૂપ ફળ આપે છે તેમજ તે સંસાર પરિભ્રમણનું કારણ હોવાથી દુઃખરૂપ છે અને પાપકર્મની નિર્જરા મોક્ષનું કારણ હોવાથી સુખરૂપ છે. સુખ અને દુઃખના કારણને અહીં સુખ અને દુઃખ કહ્યું છે.