________________
૩૮૮
શ્રી ભગવતી સત્ર-૨
'શતક-૭ : ઉદ્દેશક-૮
છગ્રસ્થ
છપ્રસ્થની સિદ્ધિનો નિષેધ :| १ | छउमत्थे णं भंते ! मणूसे तीयमणतं सासयं समयं केवलेणं संजमेणं जाव सव्वदुक्खाणमंतं करिंसु ?
एवं जहा पढमसए चउत्थुद्देसए तहा भाणियव्वं जाव अलमत्थु त्ति वत्तव्वं सिया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન ! શું છદ્મસ્થ મનુષ્ય, અનંત અને શાશ્વત અતીતકાલમાં કેવલ સંવરથી, કેવલ બ્રહ્મચર્યથી તથા કેવલ અષ્ટપ્રવચન માતાના પાલનથી સિદ્ધ થયા છે, બુદ્ધ થયા છે, મુક્ત થયા છે અને સર્વ દુઃખનો અંત કર્યો છે?
ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી. આ વિષયમાં શતક–૧/૪માં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે સંપૂર્ણ વર્ણન કહેવું જોઈએ. યાવતુ કેવલીને 'અલમસ્તુ' કહેવાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શતક ૧/૪ના અતિદેશપૂર્વક કથન છે કે અતીતકાલમાં કેવલ સંયમ(કેવલી પ્રરૂપિત સંયમ) આદિથી કોઈ છવાસ્થ સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા નથી, પરંતુ કેવલી થઈને જ સિદ્ધ થાય, તેનું નિરૂપણ છે. વિશેષ વિવેચન માટે જિજ્ઞાસુએ ભગવતી સૂત્રના પ્રથમ ભાગમાં પૃષ્ટ-૧૧૨ જોઈ લેવું. હાથી અને કુંથવામાં જીવત્વની સમાનતા :२ से णूणं भंते ! हत्थिस्स य कुंथुस्स य समे चेव जीवे ?
हंता गोयमा ! हत्थियस्स य कुंथुस्स य समे चेव जीवे । एवं जहा रायप्पसेणइज्जे जाव खुड्डियं वा महालियं वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું હાથી અને કુંથુવાનો જીવ સમાન છે?
ઉત્તર- હા, ગૌતમ! હાથી અને કંથવાનો જીવ સમાન છે વગેરે વિસ્તૃત વર્ણન રાજપ્રશ્રીયસુત્રમાં