________________
શતક-૭: ઉદ્દેશક-૮
૯૮૭
શતક-૭ : ઉદ્દેશક-૮
- સંક્ષિપ્ત સાર
-
આ ઉદ્દેશકમાં જીવમાત્રમાં જીવત્વની સમાનતા, પાપકર્મની દુઃખરૂપતા, કર્મ નિર્જરાની સુખરૂપતા, નૈરયિકોની દશ પ્રકારની વેદના, હાથી અને કંથવામાં અપ્રત્યાખ્યાનક્રિયાની સમાનતા અને આધાકર્મ દોષ યુક્ત આહાર સેવનનું પરિણામ વગેરે વિષયો પ્રગટ કર્યા છે. * આ લોકના પ્રત્યેક જીવો જીવત્વની અપેક્ષાએ, અસંખ્યાત પ્રદેશની અપેક્ષાએ, તેમજ શક્તિની અપેક્ષાએ સમાન છે. સકર્મા જીવમાં સંકોચ-વિસ્તારનો ગુણ છે. કર્માનુસાર તેને જે શરીર મળે છે તેમાં દીપકના પ્રકાશની જેમ તે વ્યાપ્ત થઈ જાય છે. તેથી હાથી અને કંથવાનો જીવ સમાન છે.
* કોઈ પણ જીવે કરેલાં પાપકર્મો અને તેનું વદન દુઃખકારક છે. કારણ કે પાપકર્મનું ફળ સંસાર પરિભ્રમણ છે. વેદન પછી તે કર્મોની નિર્જરા થાય તે સુખરૂપ છે, કારણ કે નિર્જરાનું પરિણામ મોક્ષ છે. * નૈરયિકો દશ પ્રકારની વેદનાનો અનુભવ કરે છે. શીત, ઉષ્ણ, ક્ષુધા, તૃષા, ખંજવાળ, પરાધીનતા
જ્વર, દાહ, ભય અને શોક. * આ જગતના સર્વ અવિરત જીવોને અપ્રત્યાખ્યાની ક્રિયા સમાનરૂપે લાગે છે, કારણ કે તે સર્વમાં અવિરતભાવની સમાનતા છે.
* આધાકર્મ દોષયુક્ત આહાર કરનાર સાધુ સંસાર ભ્રમણને વધારે છે અને નિર્દોષ આહાર કરનાર સાધુ સંસારને સીમિત કરી, પરંપરાએ મુક્ત થાય છે.