________________
૩૮૬ ]
શ્રી ભગવતી સત્ર-૨
નિકરણ વેદનાના માધ્યમથી સમજાવ્યું છે. અકામનિકરણ :- અનિચ્છાપૂર્વક અથવા અજ્ઞાનપૂર્વક જે વેદનાનું વેદના થાય તેને અકામનિકરણ કહે છે. પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવો મનના અભાવમાં, ઈચ્છાશક્તિ અને જ્ઞાન- શક્તિના અભાવમાં અકામનિકરણ વેદના વેદે છે. સંજ્ઞી જીવોમાં પણ કેટલાક જીવો મૂઢતાના કારણે ઉપયોગશૂન્ય હોય છે, તેની પાસે ઈચ્છાશક્તિ અને જ્ઞાનશક્તિ હોવા છતાં તેનો ઉપયોગ કરતા નથી, જેમ કે શક્તિ હોવા છતાં અંધકારમાં ઉપર, નીચે, આગળ, પાછળ રહેલા પદાર્થોને જોઈ શકતા નથી. તે રીતે જ્ઞાનશક્તિ હોવા છતાં ઉપયોગશૂન્ય વ્યક્તિ અકામનિકરણ વેદના વેદે છે. પ્રકામનિકરણ – તીવ્ર અભિલાષા રૂપે જેનું વદન થાય તેને પ્રકામનિકરણ વેદના કહે છે. સંશી જીવો આ પ્રકારની વેદનાનો અનુભવ કરે છે. જેમ કોઈ વ્યક્તિમાં સમુદ્ર પાર કરવાની, દેવલોકમાં રહેલા રૂપો જોવાની શક્તિ ન હોય; તે જીવ તેની તીવ્ર અભિલાષા જ કરે છે. તેમજ જીવોમાં ઈચ્છાશક્તિ અને જ્ઞાનશક્તિ હોવા છતાં ગમનશક્તિના અભાવે તેમાં પ્રવૃત્ત થવાનું સામર્થ્ય નથી; તે તેની અભિલાષા માત્ર જ કરે છે. તેથી તે જીવો પ્રકામનિકરણ વેદનાનું વેદન કરે છે.
છે શતક ૭/સંપૂર્ણ છે