________________
શતક-૭ : ઉદ્દેશક ૭
મુક્ત થવાના હોય અને સર્વ દુઃખોનો અંત કરવાના હોય, શું તે ક્ષીણભોગી હોય વગેરે છદ્મસ્થની જેમ પ્રશ્ન કરવો ?
३८३
ઉત્તર– હા ગૌતમ ! તે પરમાવધિજ્ઞાની(અણગાર) ક્ષીણભોગી છે. તે ઉત્થાનાદિ દ્વારા ભોગ ભોગવતા નથી માટે તેઓ તે જ ભવે સિદ્ધ થાય યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે.
२२ केवली णं भंते ! मणूसे जे भविए तेणेव भवग्गहणेणं सिज्झित्तए जाव अंत करेत्तए, सेणूणं भंते ! से खीणभोगी पुच्छा ?
गोयमा ! जहा परमाहोहिए जाव सव्व दुक्खाणं अंतं करेइ ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કેવળજ્ઞાની મનુષ્ય જો અલ્પસમયમાં તે જ ભવે સિદ્ધ, બુદ્ધ, મુક્ત થવાના હોય અને સર્વ દુઃખોનો અંત કરવાના હોય, શું તે ક્ષીણભોગી હોય અને તે વિપુલ ભોગ ભોગવવામાં
સમર્થ ન હોય વગેરે પ્રશ્ન કરવો ?
ઉત્તર– હે ગૌતમ ! તેનો ઉત્તર પરમાવધિજ્ઞાનીની જેમ સમજવો જોઈએ યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં દેવલોકમાં જનારા છદ્મસ્થ મનુષ્ય અને અધોવધિજ્ઞાની તથા તે જ ભાવે મોક્ષ જનારા પરમાવધિજ્ઞાની અને કેવળીજ્ઞાની આ ચારના ભોગી—ક્ષીણભોગીપણા વિષયક નિરૂપણ છે.
દેવલોકગામી છદ્મસ્થ મનુષ્ય અને અધોવધિજ્ઞાની ભોગી છે. તેઓ ઉત્થાનાદિ દ્વારા વિપુલ ભોગો ભોગવી શકે છે. કારણ કે તેઓ ભોગ ત્યાગી નથી. ભોગ ત્યાગી કરે તો ત્યાગી થઈ શકે છે.
પરમાવધિજ્ઞાની અને કેવળજ્ઞાની ક્ષીણભોગી છે, તેઓ ઉત્થાનાદિ દ્વારા ભોગ ભોગવતા નથી. કારણ કે તેઓ અણગાર છે, તદ્ભવ મોક્ષગામી છે, ભોગ ભાવનાથી મુક્ત થઈ ગયા છે.
૫૨માવધિજ્ઞાની :– અહીં પરમાવધિજ્ઞાનીના ત્રીજા સૂત્રમાં પ્રશ્નનો પ્રારંભ કરીને સેસ ના છડમસ્થત તેવો સંક્ષિપ્ત પાઠ પ્રતોમાં ઉપલબ્ધ છે. ટીકાકારે તે સંક્ષિપ્ત પાઠનું સ્પષ્ટીકરણ આપ્યું નથી. તેઓએ માત્ર એટલું જ જણાવ્યું છે કે પરમાવધિજ્ઞાની ચરમ શરીરી છે અને સૂત્રમાં પણ તેને તદ્ભવ મોક્ષગામી કહ્યા છે. પ્રસ્તુત સંસ્કરણમાં છદ્મસ્થ કરતાં પરમાવધિજ્ઞાનીની વિશેષતા સ્પષ્ટ કરવા પરમાવધિજ્ઞાનીના ઉત્તર પાઠનો વિસ્તૃતીકરણ કરીને આપ્યો છે.
પરમાવધિજ્ઞાનીનો ઉત્તર સંબંધી પાઠ સ્પષ્ટ થઈ જતાં કેવળજ્ઞાની સંબંધી ઉત્તર પણ સ્પષ્ટ થઈ જાય છે. કારણ કે કેવળજ્ઞાનીના સૂત્રમાં પરમાવધિજ્ઞાનીની જેમ સમજવાનો અતિદેશ કર્યો છે.