________________
શતક-૭ : ઉદ્દેશક-૭.
[ ૩૮૧ |
કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડા કામ ભોગી જીવ છે, (૨) તેનાથી નકામી નોભોગી (સિદ્ધ) જીવ અનંતગુણા છે (૩) તેનાથી ભોગી જીવ અનંતગુણા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કામ, ભોગ તેના પ્રકાર ૨૪ દંડકના જીવોમાં તેનું અસ્તિત્વ અને તેના અલ્પબદુત્વનું કથન છે.
કામ - કામ શબ્દના અનેક અર્થ થાય છે– કામના, અભિલાષા, ઈચ્છા વગેરે. પ્રસ્તુત પ્રસંગમાં શ્રોતેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિયના વિષયભૂત શબ્દ અને રૂપને કામ તરીકે ગ્રહણ કર્યા છે.
જે ઈન્દ્રિય દ્વારા ગ્રહણ થતાં પગલોનું શરીરરૂપે પરિણમન થતું નથી પરંતુ તેના દ્વારા કેવળ કામનાની (અભિલાષાની) પૂર્તિ થાય છે. તેને કામ કહે છે. જેમ કે કાન સાથે શબ્દનો સ્પર્શ માત્ર થાય અને શબ્દ સંભળાય છે, આંખ રૂપનો સ્પર્શ કર્યા વિના જ દૂરથી રૂપને ગ્રહણ કરે છે તેથી શબ્દ અને રૂપના ગ્રહણ કરેલા પુગલો શરીરરૂપે પરિણત થતા નથી, તેનાથી માત્ર ઈચ્છા પૂર્તિ થાય છે.
ભોગ :- જે ઈન્દ્રિય દ્વારા ગ્રહણ થતાં પુગલોનું શરીરરૂપે પરિણમન થાય તેને ભોગ કહે છે. યથાધ્રાણેન્દ્રિય, જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય દ્વારા ગંધ, રસ અને સ્પર્શના પુદ્ગલો ગ્રહણ થાય અને તે શરીર દ્વારા ભોગવાય છે, શરીરરૂપે પરિણમન પામે છે. તેથી તેને ભોગ કહેવાય છે.
કામ અને ભોગરૂપ પદાર્થ સચિત્ત કે અચિત્ત, રૂપી કે અરૂપી અને જીવરૂપ—અજીવરૂપ બંને હોય છે.
૨૪ દંડકમાં પાંચ સ્થાવર, બેઈન્દ્રિય અને તેઈન્દ્રિય જીવો માત્ર ભોગી છે; તેઓને આંખ અને કાન હોતા નથી. શેષ સર્વ દંડકના જીવો કામી અને ભોગી બને છે. અલ્પબહત્વઃ- (૧) સર્વથી થોડા કામી-ભોગી જીવો છે. ચૌરેન્દ્રિય અને સર્વ પંચેન્દ્રિય જીવ કામ–ભોગી છે, તે સર્વથી થોડા છે. (૨) તેનાથી નોકામી–નોભોગી અર્થાત સિદ્ધજીવ અનંતગણ (૩) તેનાથી ભોગી (એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય) જીવ અનંતગુણા છે, કારણ કે વનસ્પતિકાયના જીવ અનંત છે.
ભોગી અને ક્ષીણભોગી :१९ छउमत्थे णं भंते ! मणूसे जे भविए अण्णयरेसु देवलोएसु देवत्ताए उववज्जित्तए, से णूणं भंते ! से खीणभोगी; णो पभू उट्ठाणेणं कम्मेणं बलेणं वीरिए णं पुरिसक्कारपरक्कमेणं विउलाई भोगभोगाइं भुजमाणे विहरित्तए ? से णूणं