________________
| ૩૮૦ |
શ્રી ભગવતી સૂત્ર-૨
હોતી નથી. તેથી હે ગૌતમ! એમ કહ્યું છે કે પૃથ્વીકાયિકથી વનસ્પતિકાયિક પર્યંતના જીવો ભોગી છે પણ કામી નથી. १६ बेइंदिया एवं चेव, णवरं जिभिदिय-फासिंदियाई पडुच्च भोगी।
तेइंदिया वि एवं चेव, णवरं घाणिदियजिभिदियफासिंदियाई पडुच्च भोगी। ભાવાર્થ - આ જ રીતે બેઈન્દ્રિય જીવ પણ ભોગી છે પરંતુ વિશેષતા એ છે કે તે જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયની અપેક્ષાએ ભોગી છે.
તેઈન્દ્રિય જીવ પણ તે જ રીતે ભોગી છે પરંતુ વિશેષતા એ છે કે તે ધ્રાણેન્દ્રિય, જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયની અપેક્ષાએ ભોગી છે. |१७ चउरिंदियाणं पुच्छा । गोयमा ! चरिंदिया कामी वि भोगी वि ।
केणद्वेणं जाव भोगी वि? गोयमा ! चक्खिदियं पडुच्च कामी, घाणिंदिय जिभिदिय फासिंदियाई पडुच्च भोगी; से तेणटेणं जाव भोगी वि । अवसेसा जहा जीवा जाव वेमाणिया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ચૌરેન્દ્રિય જીવો કામી છે કે ભોગી છે?
ઉત્તર- હે ગૌતમ! ચૌરેન્દ્રિય જીવ કામી પણ છે અને ભોગી પણ છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે ચૌરેન્દ્રિય જીવ કામી પણ છે અને ભોગી પણ છે?
ઉત્તર- હે ગૌતમ! ચૌરેન્દ્રિય જીવ ચક્ષુરિન્દ્રિયની અપેક્ષાએ કામી છે અને ધ્રાણેન્દ્રિય, જિલૅન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયની અપેક્ષાએ ભોગી છે. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે ચૌરેન્દ્રિય જીવ કામી પણ છે અને ભોગી પણ છે.
શેષ વૈમાનિક પર્યતના સર્વ જીવોના વિષયમાં ઔધિક જીવોની સમાન કહેવું. તે કામી પણ છે અને ભોગી પણ છે. १८ एएसिणं भंते ! जीवाणं कामीभोगीणं, णोकामी-णोभोगीणं, भोगीण य कयरे कयरेहिंतो जाव विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा जीवा कामीभोगी, णोकामी-णोभोगी अणंतगुणा, भोगी अणंतगुणा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! (૧) કામી–ભોગી (૨) નોકામી નોભોગી (૩) ભોગી, આ જીવોમાં