________________
છે.
૩૭૪
શ્રી ભગવતી સૂત્ર–૨
સંક્ષેપમાં દુષમદુષમા કાલમાં ભરત ક્ષેત્રની સ્થિતિ અત્યંત સંકટાપન્ન, ભયંકર, હૃદયવિદારક, અનેક રોગોત્પાદક, અત્યંત શીત, તાપ, વર્ષા આદિથી દુઃસહ્ય હશે. આવી ભયંકર સ્થિતિમાં કોઈ માણસ કે જીવો જીવી પણ ન શકે પરંતુ ભરતક્ષેત્રના અધિષ્ઠાયક દેવ બીજ ભૂત કેટલાક મનુષ્યો અને તિર્યંચોને ઉપાડી–ઉપાડીને વૈતાઢય પર્વતની ગુફાઓ પાસે આવેલા ૭૨ બિલોમાં(નાની ગુફાઓમાં) રાખી મૂકશે. તેના દ્વારા સંજ્ઞી તિર્યંચ અને મનુષ્યોની પરંપરા ચાલતી રહેશે. કારણ કે ગર્ભજ જીવો માટે માતાપિતાની પરંપરા અવિચ્છિન્ન રહેવી જરૂરી છે. આ રીતે દેવ દ્વારા સંહરિત મનુષ્યો અને સ્થલચર, ખેચર વગેરે પશુ પક્ષીઓની પરંપરા ૨૧૦૦૦ વર્ષ પર્યંત ચાલતી રહેશે. ત્યાર પછી ઉત્સર્પિણીના પહેલા આરાના ૨૧૦૦૦ વર્ષ પણ આ જ રીતે વ્યતીત થશે. ત્યારપછી સુવૃષ્ટિ આદિથી કાલ પરિવર્તન થશે. તેના વિસ્તૃત વિવેચન માટે જુઓ– જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર–દ્વિતીય વક્ષસ્કાર.
|| શતક ૭/૬ સંપૂર્ણ ॥