________________
શતક-૭ઃ ઉદ્દેશક-૬
૩૭૩ |
पोसहोववासा ओसण्णं मंसाहारा मच्छाहारा खोद्दाहारा कुणिमाहारा कालमासे कालं किच्चा कहिं गच्छिहिंति, कहिं उववज्जिहिंति ?
गोयमा ! ओसण्णं णरग-तिरिक्खजोणिएसु उववजिहिति ।
ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! શીલરહિત, ગુણરહિત, મર્યાદારહિત, પ્રત્યાખ્યાન રહિત અને પૌષધોપવાસથી રહિત, પ્રાયઃ માંસાહારી, મત્સાહારી, ક્ષુદ્રાહારી અને કુણિમાહારી મૃતકનું માંસ ખાનારા તે મનુષ્યો મૃત્યુના સમયે મૃત્યુ પામીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ?
ઉત્તર- હે ગૌતમ ! તે મનુષ્યો મરીને પ્રાયઃ નરક અને તિર્યંચ યોનિઓમાં ઉત્પન્ન થશે. | २२ ते णं भंते ! सीहा वग्घा विगा दीविया अच्छा तरच्छा परस्सरा णिस्सीला तहेव जाव कहिं उववज्जिहिंति ?
गोयमा ! ओसण्णं णरग-तिरिक्खजोणिएसु उववज्जिहिंति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શીલાદિ રહિત સિંહ, વાઘ, વરુ, ચિત્તા અથવા ગેંડા, રીંછ, તરક્ષ(જરખ) અને પારાશર આદિ તે સમયના હિંસક પશુ મૃત્યુના સમયે મૃત્યુ પામીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે?
ઉત્તર- હે ગૌતમ ! તે પ્રાયઃ નરક અને તિર્યંચ યોનિઓમાં ઉત્પન્ન થશે. |२३ ते णं भंते ! ढंका कंका विलका मददुगा सिही णिस्सीला जाव ओसण्णं णरग-तिरिक्खजोणिएसु उववज्जिहिति । ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શીલાદિથી રહિત ઢંક(એક પ્રકારના કાગડા), કંક, વિલય, જલવાયસ (જલકાગડા), મયુર આદિ તે સમયના પક્ષીઓ મરીને ક્યાં ઉત્પન્ન થશે ?
ઉત્તર- હે ગૌતમ! તે પક્ષીગણ પણ મરીને પ્રાયઃ નરક અને તિર્યંચ યોનિઓમાં ઉત્પન્ન થશે. II હે ભગવનું આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે !
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં દુષમદુષમા કાલનું સ્વરૂપ અત્યંત વિસ્તારથી નિરૂપિત છે.
અવસર્પિણી કાલમાં મનુષ્યના આયુ, અવગાહના, ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, સંઘયણ, સંસ્થાન, પૃથ્વીના રસ-કસ આદિ સર્વ હીન-હીનતર થશે. શુભ ભાવ ઘટતા જશે, અશુભ ભાવો વધતા જશે. તેમાં પણ અવસર્પિણી કાલના છઠ્ઠા આરાના અંતિમવિભાગમાં અને ઉત્સર્પિણીકાલના પ્રથમ આરાના પ્રારંભમાં આ હીનતમ સ્થિતિ પરાકાષ્ટાએ પહોંચી જશે. તેનું વર્ણન મૂળપાઠ અને ભાવાર્થમાં વિસ્તૃત અને સ્પષ્ટ