________________
૭૭૨
શ્રી ભગવતી સૂત્ર-૨
અને ભયંકર કોઢ વગેરેથી ફાટેલી કઠોર ચામડીવાળા, વિચિત્ર અંગોવાળા, ઊંટ આદિની જેમ ગતિવાળા, ખરાબ આકૃતિવાળા, શરીરના વિષમ બાંધાવાળા, નાના-મોટા વિષમ હાડકા અને પાંસળીઓથી યુક્ત; કુગઠન, કુસંઘયણ, કુપ્રમાણ અને વિષમ સંસ્થાનવાળા કુરૂપ, કુસ્થાનમાં વધેલા શરીરવાળા; કુશધ્યાવાળા, ખરાબ સ્થાનમાં શયન કરનારા, કુભોજન કરનારા, ખરાબ વિચારવાળા, વિવિધ વ્યાધિઓથી પીડિત, લથડતી ચાલવાળા, ઉત્સાહ રહિત, સત્ત્વરહિત, વિકૃત ચેષ્ટાવાળા, તેજહીન; વારંવાર શીત–ઉષ્ણ, તીક્ષ્ણ અને કઠોર વાયુથી વ્યાપ્ત-સંત્રસ્ત, રજ આદિથી મલિન અંગવાળા; અત્યંત ક્રોધ, માન, માયા અને લોભથી યુક્ત, અશુભ, દુઃખના ભાગી, પ્રાયઃ ધર્મસંજ્ઞા અને સમ્યકત્વથી પરિભ્રષ્ટ, એક હાથની અવગાહના- વાળા, પ્રાયઃ ૧૬ વર્ષ અને અધિકથી અધિક ૨૦ વર્ષના આયુષ્યવાળા અને બહુ પુત્ર, પૌત્રાદિ પરિવાર- વાળા થશે અને તેના પર અત્યંત સ્નેહભાવયુક્ત અથવા મોહયુક્ત થશે. ગંગા, સિંધુ આ બે મહાનદીઓનો તથા વૈતાઢય પર્વતનો આશ્રય લઈને, તેમના ૭૨ નિગોદબિલરૂપ નિવાસસ્થાનમાં જ તેઓ રહેશે. તે બિલવાસીઓ ભરતક્ષેત્રના પ્રાણીઓના બીજરૂપ અલ્પ પ્રમાણમાં સુરક્ષિત રહેશે. દુષમદુષમા કાલના મનુષ્યોનો આહાર :| २० ते णं भंते ! मणुया कं आहारं आहारहिंति ?
___ गोयमा ! तेणं कालेणं तेणं समएणं गंगा-सिंधुओ महाणईओ रहपहवित्थराओ अक्खसोयप्पमाणमेत्तं जलं वोज्झिहिंति । से वि य णं जले बहुमुच्छकच्छभाइण्णे णो चेव णं आउबहुले भविस्सइ । तए णं ते मणुया सूरुग्गमणमुहुत्तसि य सुरत्थमणमुहुत्तसि य बिलेहिंतो णिद्धाहिति, णिद्धाइत्ता मच्छ-कच्छभे थलाई गाहेहिंति, गाहित्ता सीतातव- तत्तएहिं मच्छ-कच्छएहिं एक्कवीसं वाससहस्साई वित्तिं कप्पेमाणा विहरिस्सति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે દુષમદુષમા કાલના મનુષ્યો કેવા પ્રકારનો આહાર કરશે?
ઉત્તર- હે ગૌતમ ! તે કાલે અને તે સમયે ગંગા અને સિંધુ મહાનદીઓ રથના માર્ગ પ્રમાણ વિસ્તારવાળી હશે. તેમાં રથની ધરી ડૂબી શકે તેટલું પાણી વહેશે. તે પાણી પણ અનેક મત્સ્ય, કાચબા આદિથી ભરેલું હશે અને તેમાં પાણી બહુ અલ્પ હશે. તે બિલવાસી મનુષ્ય સૂર્યોદયના સમયે અને સૂર્યાસ્તના સમયે પોત-પોતાના બિલોમાંથી બહાર નીકળશે. બિલોમાંથી બહાર નીકળીને, તેઓ ગંગા અને સિંધુ નદીઓમાં માછલા અને કાચબા આદિને પકડીને, જમીનમાં દાટી દેશે. આ રીતે દાટેલા મસ્યાદિ રાતની ઠંડી અને દિવસના તાપથી સેકાઈ જશે. રાતના દાટેલા માછલા આદિને સવારે અને સવારે દાટેલા માછલા આદિને સાંજે કાઢીને તેનો આહાર કરશે. આ રીતે ૨૧000 વર્ષ સુધી જીવન નિર્વાહ કરતા તે વિચરશે–રહેશે. દુષમદુષમાં કાલના મનુષ્ય અને તિર્યંચની ગતિ :२१ ते णं भंते ! मणुया णिस्सीला णिग्गुणा णिम्मेरा णिप्पच्चक्खाण