________________
શતક-૭ : ઉદ્દેશક
૩૩]
ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! જે જીવ નરકમાં ઉત્પન્ન થવાનો છે, શું તેને આ ભવમાં મહાવેદના હોય કે નરકમાં ઉત્પન્ન થતાં મહાવેદના હોય અથવા નરકમાં ઉત્પન્ન થયા પછી મહાવેદના હોય?
ઉત્તર- હે ગૌતમ! નરકમાં ઉત્પન્ન થનારા જીવોમાંથી કોઈને આ ભવમાં મહાવેદના અને કોઈને અલ્પવેદના હોય છે તથા નરકમાં ઉત્પન્ન થતાં માર્ગમાં પણ કોઈને મહાવેદના અને કોઈને અલ્પવેદના હોય છે પરંતુ નરકમાં ઉત્પન્ન થયા પછી તે જીવ એકાંત દુઃખ રૂ૫ વેદના વેદે છે અને ક્યારેક શાતા રૂપ વેદનાનું વેદન કરે છે. ४ जीवे णं भंते ! जे भविए असुरकुमारेसु उववज्जित्तए, पुच्छा ?
गोयमा ! इहगए सिय महावेयणे सिय अप्पवेयणे, उववज्जमाणे सिय महावेयणे सिय अप्पवेयणे; अह णं उववण्णे भवइ, तओ पच्छा एगंतसायं वेयणं वेदेइ, आहच्च असायं । एवं जाव थणियकुमारेसु । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે જીવ અસુરકુમારોમાં ઉત્પન્ન થનારા છે વગેરે તેઓની વેદનાના સંબંધમાં પ્રશ્ન કરવો?
ઉત્તર- હે ગૌતમ! અસુરકુમારોમાં ઉત્પન્ન થનારા જીવોમાંથી કોઈને આ ભવમાં મહાવેદના અને કોઈને અલ્પવેદના હોય છે, ઉત્પન્ન થતાં સમયે પણ કોઈને મહાવેદના અને કોઈને અલ્પવેદના હોય છે, પરંતુ ત્યાં ઉત્પન્ન થયા પછી એકાંત શાતા વેદનાનું વેદન કરે છે અને ક્યારેક અશાતા વેદનાનું વેદન કરે છે. આ જ રીતે સ્વનિતકુમારો સુધી કહેવું જોઈએ. [५ जीवे णं भंते ! जे भविए पुढविक्काइएसु उववज्जित्तए, पुच्छा ?
गोयमा ! इहगए सिय महावेयणे सिय अप्पवेयणे; एवं उववज्जमाणे वि, अह णं उववण्णे भवइ, तओ पच्छा वेमायाए वेयणं वेदेइ । एवं जाव मणुस्सेसु । वाणमंतर-जोइसिय-वेमाणिएसु जहा असुरकुमारेसु । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે જીવ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય છે વગેરે તેઓની વેદનાના સંબંધમાં પ્રશ્ન કરવો.
ઉત્તર- હે ગૌતમ! પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારા જીવોમાંથી કોઈને આ ભવમાં મહાવેદના અને કોઈને અલ્પવેદના હોય છે, તે જ રીતે ઉત્પન્ન થતા સમયે પણ કોઈને મહાવેદના અને કોઈને અલ્પવેદના હોય છે પરંતુ ત્યાં ઉત્પન્ન થયા પછી તે જીવ વિમાત્રા-વિવિધ પ્રકારથી વેદના વેદે છે. આ જ રીતે મનુષ્ય પર્યત કહેવું જોઈએ. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોના સંબંધમાં અસુરકુમારોની જેમ કથન
કરવું.