________________
[ ૩૬૪ ]
શ્રી ભગવતી સત્ર-૨
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પરભવમાં ઉત્પન્ન થનારા જીવોને અલ્પવેદના, મહાવેદના ક્યારે થાય તેનું સ્પષ્ટીકરણ છે.
૨૪ દંડકના જીવોને ઉત્પન્ન થયા પહેલાં કે ઉત્પન્ન થતાં તેના પૂર્વકૃત કર્માનુસાર ક્યારેક મહાવેદના અને ક્યારેક અલ્પવેદના હોય છે. ઉત્પન્ન થયા પછી તે ભવ અનુસાર વેદના હોય છે. નૈરયિકો નરકમાં ઉત્પન્ન થઈને અવશ્ય ભવપ્રત્યય મહાવેદના રૂપ એકાંત દુઃખ ભોગવે છે પરંતુ તેઓ દેવાદિના સંયોગે ક્યારેક શાતાનો અનુભવ કરે છે.
ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવ ઉત્પન્ન થયા પછી ભવપ્રત્યય એકાંત સુખશાતા વેદના ભોગવે છે પરંતુ ક્યારેક અન્ય દેવના પ્રહારાદિના કારણે અશાતાનો અનુભવ કરે છે. પૃથ્વીકાયથી મનુષ્યો સુધીના દસ દંડકના જીવો ઉત્પન્ન થયા પછી વિમાત્રાથી–વિવિધ પ્રકારે વેદના વેદે છે અર્થાતુ તેઓને દેવ અને નારકીની જેમ શાતા કે અશાતાની કોઈ નિશ્ચિતતા હોતી નથી.
અનાભોગનિર્વર્તિત આયુષ્ય બંધ :|६ जीवा णं भंते ! किं आभोगणिव्वत्तियाउया, अणाभोगणिव्वत्तियाउया ? गोयमा ! णो आभोगणिव्वत्तियाउया, अणाभोगणिव्वत्तियाउया । एवं णेरइया વિ ા પર્વ નવ માળિયા શબ્દાર્થ:- આમોન = જાણતાં ગામો = અજાણતાં.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું જીવ આભોગનિવર્તિત આયુષ્યબંધવાળા છે કે અનાભોગ નિવર્તિત આયુષ્યબંધવાળા છે?
ઉત્તર- હે ગૌતમ ! જીવ જાણતાં(જાણીને) આયુષ્યબંધ કરનારા નથી, પરંતુ અનાભોગથી (અજાણતાં) આયુષ્યબંધ કરનારા છે. આ જ રીતે નૈરયિકોના વિષયમાં પણ જાણવું. તેમજ વૈમાનિક પર્યત ચોવીસ દંડકનાવિષયમાં જાણવું. તે સર્વે અનાભોગનિવર્તિત આયુષ્યવાળા અર્થાત્ અજાણપણે આયુષ્યબંધ કરનારા હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં ૨૪ દંડકના જીવોમાં આભોગનિવર્તિત આયુષ્ય બંધનો નિષેધ કરીને અનાભોગ નિવર્તિત આયુષ્ય બંધની પ્રરૂપણા કરી છે.
સમસ્ત સંસારી જીવ અનાભોગપૂર્વક અર્થાત્ નહીં જાણતાં જ આયુષ્ય બાંધે છે. તેનું તાત્પર્ય એ છે