________________
શ્રી ભગવતી સૂત્ર–૨
વેદન કરે કે નરકમાં ઉત્પન્ન થતાં નારકાયુષ્યનું વેદન કરે અથવા નરકમાં ઉત્પન્ન થયા પછી નારકાયુષ્યનું વેદન કરે છે ?
હર
ઉત્તર– હે ગૌતમ ! તે નરકમાં ઉત્પન્ન થવા યોગ્ય જીવ આ ભવમાં રહીને નારકાયુષ્યનું વેદન કરતા નથી, પરંતુ ઉત્પન્ન થતાં તે નારકાયુષ્યનું વેદન કરે છે અને ત્યાં ઉત્પન્ન થયા પછી પણ નારકાયુષ્યનું વેદન કરે છે. આ જ રીતે વૈમાનિક પર્યંત ૨૪ દંડકોમાં આયુષ્ય વેદનનું કથન કરવું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જીવના આયુષ્યબંધ અને વેદનના સ્થાન અને સમયનું નિરૂપણ છે. આયુષ્ય બંધ :કોઈ પણ જીવ પોતાના પરિણામ અનુસાર આ ભવમાં જ પરભવનું આયુષ્ય બાંધી લે છે. મનુષ્ય અને તિર્યંચોને વર્તમાન આયુષ્યના બે ભાગ ભોગવાય જાય અને ત્રીજો ભાગ શેષ રહે ત્યારે આયુષ્યબંધ થાય છે. જો ત્યારે ન થાય તો શેષ આયુષ્યનો ત્રીજો ભાગ રહે ત્યારે બંધ થાય. જેમ કે કોઈ મનુષ્યનું આ ભવનું ૯૯ વર્ષનું આયુષ્ય હોય તો ૬૬ વર્ષ પછી આયુષ્યનો બંધ થાય. જો ત્યારે ન થાય તો શેષ રહેલા ૩૩ વર્ષના ત્રીજો ભાગ શેષ રહે ત્યારે અર્થાત્ ૧૧ વર્ષ શેષ રહે ત્યારે થાય. જો ત્યારે પણ ન થાય તો શેષ આયુષ્યનો ત્રીજો ભાગ શેષ રહે ત્યારે થાય. આ રીતે કુલ આયુષ્યના ત્રીજા, નવમા, સત્યા— વીસમા આદિ ભાગે આયુષ્યનો બંધ થાય અને જો ત્યારે ન થયો હોય તો અંતિમ અંતર્મુહૂર્તમાં આયુષ્યનો બંધ અવશ્ય થાય છે. નારકી અને દેવો આયુષ્યના છ માસ શેષ રહે ત્યારે જ આયુષ્યનો બંધ કરે છે. તેઓને માટે બીજો વિકલ્પ નથી. આ રીતે આયુષ્ય બંધ કર્યા પછી જ કોઈ પણ જીવ આ દેહને છોડે છે અર્થાત્ તેનું મૃત્યુ થાય છે. જીવ પરભવમાં ઉત્પન્ન થતાં કે ઉત્પન્ન થઈને, તે પરભવનું આયુષ્ય બાંધતા નથી.
આયુષ્ય વેદન :– આ ભવનું આયુષ્ય પૂર્ણ થયા પછી જીવ પરભવમાં જવા માટે પ્રયાણ કરે છે, તેની વાટે વહેતી અવસ્થાથી જ પરભવના આયુષ્યનું વેદન શરૂ થઈ જાય છે. ત્યાં ઉત્પન્ન થઈને મૃત્યુ પર્યંત તે જીવ તે આયુષ્યનું વેદન કરે છે. આ રીતે દરેક જીવ આ ભવમાં બંધાયેલા પરભવના આયુષ્યનું વેદન આ ભવમાં કરતા નથી પરંતુ પરભવમાં ઉત્પન્ન થતાં અને ઉત્પન્ન થઈને તે આયુષ્યનું વેદન કરે છે. ૨૪ દંડકના જીવો માટે આ નિયમ સમાન છે.
મહાવેદના અને અલ્પવેદના :
३ जीवे णं भंते ! जे भविए णेरइएसु उववज्जित्तए, से णं भंते ! किं इहगए महावेयणे, उववज्जमाणे महावेयणे, उववण्णे महावेयणे ?
गोयमा ! इहगए सिय महावेयणे सिय अप्पवेयणे, उववज्जमाणे सिय महावेयणे सिय अप्पवेयणे; अह णं उववण्णे भवइ, तओ पच्छा एगंतदुक्खं वेयणं વેવેફ, આહત્ત્વ સાયં |