________________
[ ૩૬૦ ]
શ્રી ભગવતી સત્ર-૨
પર્વત, નગર, નદી આદિ સર્વ સ્થાન નષ્ટ થશે. વૈતાઢયપર્વતમાં ૭ર બિલ (ગુફા રૂપ રહેવાના સ્થાન) છે. તેમાં મનુષ્યો અને તિર્યંચો રહેશે. ગંગા-સિંધુ નદીમાં રથની ધુરી પ્રમાણ પાણી રહેશે. તેમાં મચ્છ કચ્છ ઘણા થશે. તેને મનુષ્યો સવારે અને સાંજે રેતીમાં દાટી દેશે. સૂર્યના તાપ અને રાતની ઠંડીથી તે મચ્છ-કચ્છ સીઝી જશે અને મનુષ્યો તેનો આહાર કરશે અર્થાત્ તે મનુષ્યો માંસાહારી થશે.
તે કાલના મનુષ્યો અશુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંઘયણ અને સંસ્થાનવાળા થશે. તે બહુ રોગી, ક્રોધી, માની, માયાવી અને લોભી થશે. તેઓની એક હાથની અવગાહના અને ઉત્કૃષ્ટ ૨૦ વર્ષનું આયુષ્ય થશે. તે સર્વ મનુષ્યો વ્રત, પ્રત્યાખ્યાન રહિત, સંકિલષ્ટ પરિણામી થશે. તે સમયના તિર્યંચો પણ માંસાહારી જ થશે. મનુષ્ય અને તિર્યંચ મરીને પ્રાયઃ નરક અથવા તિર્યંચગતિમાં જશે.
આ પ્રકારની દુઃખમય પરિસ્થિતિમાં ૨૧૦૦૦ વર્ષ પૂર્ણ થશે.