________________
શતક-૭: ઉદ્દેશક-૬
| ૩૫૯ |
શતક-૭ : ઉદ્દેશક-૬
જ સંક્ષિપ્ત સાર
,
આ ઉદ્દેશકમાં જીવના આયુષ્યનો બંધ, તેના વેદનનો સમય અને સ્થાન, મહાવેદના, અલ્પવેદનાના ભોગવટાનો સમય અને સ્થાન, બંને પ્રકારની વેદનાનું જનક કર્કશ વેદનીયકર્મ અને અકર્કશ વેદનીય કર્મ, શાતા અને અશાતા વેદનીય કર્મબંધના કારણો તેમજ દુષમદુષમા કાલ ઈત્યાદિ વિષયોનું નિરૂપણ છે.
* જીવ પરભવનું આયુષ્ય આ ભવમાં બાંધે છે, પરંતુ તેનું વેદન આ ભવમાં થતું નથી. જ્યારે આ ભવનું આયુષ્ય પૂર્ણ થાય અને પરભવમાં જવા માટે જીવ પ્રયાણ કરે, ત્યારથી (વાટે વહેતી અવસ્થામાં) જ પરભવના આયુષ્યના વેદનનો પ્રારંભ થઈ જાય છે. પછી જીવન પર્યત તે જ આયુષ્યનું વેદન કરે છે. * નરકાદિ ચારે ગતિમાં ઉત્પન્ન થનારા જીવો મૃત્યુ સમયે અને વાટે વહેતી અવસ્થામાં મહાવેદના કે અલ્પવેદના વેદે છે પરંતુ નરકગતિમાં ઉત્પન્ન થયા પછી તે જીવ તીવ્ર અશાતાનું વેદન કરે છે; કદાચિતુ શાતા વેદના વેદે છે. દેવગતિમાં ઉત્પન્ન થયા પછી તે જીવ પ્રાયઃ સુખરૂપ વેદના વેદે અને ક્યારેક દુઃખરૂપ વેદના વેદે છે. શેષ ઔદારિક શરીરધારી જીવો સ્વસ્થાનમાં ઉત્પન્ન થયા પછી વિમાત્રાથી સુખ-દુ:ખ રૂ૫ કોઈપણ વેદના વેદે છે.
આયુષ્યકર્મનો બંધ અનાભોગપણે-અજાણપણે થાય છે. અર્થાત મારું આયુષ્ય બંધાઈ રહ્યું છે, તેમ કોઈ જાણી શકતા નથી. કેવળી આયુબંધને જાણી શકે છે.
* અઢાર પાપસ્થાનના સેવનથી જીવ કર્કશવેદનીયકર્મ-કઠિનાઈથી ભોગવી શકાય તેવા અશાતા વેદનીયનો બંધ કરે છે અને અઢાર પાપસ્થાનના ત્યાગથી જીવ અકર્કશવેદનીય–તીવ્ર શાતા વેદનીય કર્મનો બંધ કરે છે.
* અન્ય જીવોને શાતા પમાડવાથી શાતા વેદનીય અને અશાતા પમાડવાથી અશાતાવેદનીય કર્મનો બંધ થાય છે. * દુષમદુષમા કાલ- કાલચક્રમાં અવસર્પિણી કાલના છ વિભાગના અંતિમ વિભાગરૂ૫ છઠ્ઠા આરામાં અને ઉત્સર્પિણી કાલના પ્રથમ વિભાગરૂપ પ્રથમ આરામાં દુષમદુષમા કાલ હોય છે.
તે કાલ ભયંકર દુઃખમય થશે. તે કાલનું સમગ્ર વાતાવરણ પશુ-પક્ષી અને માનવોના આર્તનાદથી અને હાહાકારથી વ્યાપ્ત થશે. તે કાલના પ્રારંભમાં ભયંકર ધૂળની વૃષ્ટિ થશે; સંવર્તક–મહાસંવર્તક વાયુ વહેશે અને અરસ, વિરસ તેમજ અગ્નિમિશ્રિત વર્ષા થશે. તેનાથી જીવ જંતુ, વનસ્પતિ, મનુષ્યો, પશુ-પક્ષી,