________________
શતક-૭ઃ ઉદ્દેશક-૫
[ ૩૫૭]
શતક-૭ : ઉદ્દેશક-૫
પક્ષી
ખેચર તિર્યંચ પંચેન્દ્રિય :| १ रायगिहे जाव एवं वयासी- खहयरपंचिंदियतिरिक्खजोणियाणं भंते ! कइविहे जोणिसंगहे पण्णत्ते ?
गोयमा ! तिविहे जोणीसंगहे पण्णत्ते, तं जहा- अंडया, पोयया, सम्मुच्छिमा; एवं जहा जीवाभिगमे जाव णो चेव णं ते विमाणे वीईवएज्जा; एमहालया णं गोयमा ! ते विमाणा पण्णत्ता । ॥ सेवं भंते ! सेवं भंते ॥ ભાવાર્થ - રાજગૃહ નગરમાં ગૌતમસ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને આ પ્રમાણે પૂછ્યું
પ્રશ્ન- હે ભગવન્! ખેચર પંચેન્દ્રિય તિર્યંચ જીવોના યોનિસંગ્રહના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! ખેચર પંચેન્દ્રિય તિર્યંચ જીવોના યોનિસંગ્રહના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– અંડજ, પોતજ અને સંમૂર્છાિમ. આ રીતે સંપૂર્ણ વર્ણન જીવાજીવાભિગમ સૂત્રવત્ જાણવું. યાવતું તે વિમાનોને પાર પામી શકતા નથી; હે ગૌતમ! તે વિમાન આટલા મોટા છે. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //.
વિવેચન :
પ્રસ્તુત ઉદ્દેશકમાં ખેચર પંચેન્દ્રિય જીવોના યોનિસંગ્રહ તથા જીવાજીવાભિગમ સૂત્રના નિર્દેશાનુસાર તસંબંધિત અન્ય તથ્યોનું નિરૂપણ કર્યું છે. સંગ્રહણી ગાથા- નોળાદ ત્રેતા, વિઠ્ઠીબારનો ૩વો
उववाय ट्ठिइ समुग्घाय, चवण जाइ कुल विहीओ॥ અર્થ- યોનિસંગ્રહ, વેશ્યા, દષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, ઉપપાત, સ્થિતિ, સમદ્યાત, ચ્યવન અને જાતિકુલના પ્રકાર, આ અગિયાર દ્વારોથી ખેચરાદિ તિર્યંચોના યોનિ સંગ્રહ છે. ખેચર પંચેન્દ્રિય જીવોના યોનિસંગ્રહના પ્રકારઃ- ઉત્પત્તિના હેતુને યોનિ કહે છે અથવા ઉત્પત્તિ સ્થાનને