________________
૩૫૬ ]
શ્રી ભગવતી સત્ર-૨
સંસારી જીવોના સંબંધમાં જીવાજીવાભિગમ સૂત્રોક્ત સારાંશ :(૧) સંસારી જીવોના છ ભેદ– પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. (૨) પૃથ્વીકાયિક જીવોના છ ભેદ- (૧) શ્લષ્ણાપૃથ્વી (૨) શુદ્ધ પૃથ્વી (૩) વાલુકા પૃથ્વી (૪) મનઃશિલા પૃથ્વી (૫) શર્કરા પૃથ્વી (૬) ખર પૃથ્વી. (૩) સ્થિતિ – તે પૃથ્વીકાયિક સર્વ જીવોની જઘન્ય સ્થિતિ અંતઃમુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ આ પ્રમાણે છે– (૧) શ્લષ્ણા પૃથ્વીની–૧000 વર્ષની (૨) શુદ્ધ પૃથ્વીની–૧૨000 વર્ષની (૩) વાલુકા પૃથ્વીની૧૪૦૦૦ વર્ષની (૪) મનઃશિલા પૃથ્વીની–૧૬૦૦૦ વર્ષની (૫) શર્કરા પૃથ્વી–૧૮૦૦૦ વર્ષની (૬) ખરા પૃથ્વીની–૨૦૦૦ વર્ષની.
નારકો અને દેવોની જઘન્ય 10000 વર્ષની, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની. મનુષ્યો અને તિર્યંચોની જઘન્ય સ્થિતિ અંતઃમુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩ પલ્યોપમની. આ રીતે અન્ય જીવોની ભવસ્થિતિ પ્રજ્ઞાપના સૂત્રના ચોથા સ્થિતિ પદ અનુસાર જાણવી. (૪) નિર્લેપન :- તત્કાલ ઉત્પન્ન થયેલા પૃથ્વીકાયિક જીવોને પ્રતિસમયે એક–એકને બહાર કાઢીએ તો જઘન્ય અસંખ્યાત અવસર્પિણી–ઉત્સર્પિણી કાલમાં અને ઉત્કૃષ્ટ પણ અસંખ્યાત અવસર્પિણી–ઉત્સર્પિણી કાલમાં તે જીવનો નિર્લેપ(ખાલી) થાય છે. તેમાં જઘન્ય કરતાં ઉત્કૃષ્ટકાલ અસંખ્યાતગુણો હોય છે. આ જ રીતે અપકાય, તેઉકાય અને વાયુકાયનો નિર્લેપનકાલ જાણવો. વનસ્પતિકાયિક જીવો અનંત છે. તેથી તેનું નિર્લેપન થતું નથી. ત્રસકાયનો નિર્લેપનકાલ જઘન્ય અને ઉત્કૃષ્ટ અનેક સો સાગરોપમ છે. તેમાં જઘન્યથી ઉત્કૃષ્ટકાલ વિશેષાધિક છે. (૫) અણગાર - જે અવિશુદ્ધ વેશ્યાવાળા અવધિજ્ઞાની છે, તેના દેવ-દેવીને જાણવા સંબંધી ૧૨ આલાપક થાય છે.
() સમ્યકત્વ અથવા મિથ્યાત્વ ક્રિયા - અન્યતીર્થિકો દ્વારા એક સમયમાં સમ્યક્ત્વ અને મિથ્યાત્વ આ બે ક્રિયા જીવ દ્વારા કરવાની પ્રરૂપણાનું ખંડન કરીને, એક સમયમાં આ પરસ્પર વિરોધી બે ક્રિયાઓમાંથી જીવ એક જ ક્રિયા કરે છે. આ રીતે સાંસારિક જીવ સંબંધી વિસ્તૃત વક્તવ્યતા જીવાભિગમ
સૂત્રમાં છે.
|| શતક ૯/૪ સંપૂર્ણ છે