________________
શતક-૭ઃ ઉદ્દેશક-૪
[ ૩૫૫ ]
શતક-૯ : ઉદ્દેશક-૪
|
જીવન
સંસાર સમાપન્નક જીવ :| १ रायगिहे णयरे जाव एवं वयासी- कइविहा णं भंते ! संसारसमावण्णगा जीवा पण्णत्ता?
गोयमा ! छव्विहा संसारसमावण्णगा जीवा पण्णत्ता, तं जहापुढविकाइया जावतसकाइया । एवं जहा जीवाभिगमे जाव एगे जीवे एगेण समएणं एग किरियं पकरेइ, तं जहा- सम्मत्तकिरियं वा मिच्छत्तकिरियं वा ।
जीवा छव्विह पुढवी, जीवाण ठिई भवट्टिई काये । णिल्लेवण अणगारे, किरिया सम्मत्त मिच्छत्ता ॥
છે તેવું મને ! સેવ મતે || ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંસાર સમાપન્નક(સંસારી) જીવના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! સંસારી જીવના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પૃથ્વીકાયિક (૨) અપકાયિક (૩) તેજસ્કાયિક (૪) વાયુકાયિક (૫) વનસ્પતિકાયિક (૬) ત્રસકાયિક.
આ સમસ્ત વર્ણન જીવાભિગમ સૂત્રના તિર્યંચ સંબંધી બીજા ઉદ્દેશકમાં કહ્યા અનુસાર જાણવું થાવત એક જીવ એક સમયમાં એક ક્રિયા કરે છે. યથા- સમ્યકત્વક્રિયા અથવા મિથ્યાત્વક્રિયા.
ગાથાર્થ જીવના છ ભેદ, પૃથ્વીકાયિક જીવોના છ ભેદ, પૃથ્વીકાયિક આદિ જીવોની સ્થિતિ, ભવસ્થિતિ, કાયસ્થિતિ, નિર્લેપન, અણગાર સંબંધી વર્ણન, સમ્યકત્વ ક્રિયા અને મિથ્યાત્વક્રિયા. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. ..
વિવેચન :
પ્રસ્તુત ઉદ્દેશકમાં સંસારી જીવોના ભેદ તથા જીવાજીવાભિગમ સૂત્ર પ્રતિપત્તિ-૩, ઉદ્દે –રમાં કથિત વર્ણનનો નિર્દેશ કર્યો છે.