________________
શતક-૭ : ઉદ્દેશક ૩
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે જે વેદના છે તે નિર્જરા નથી અને જે નિર્જરા છે તે વેદના નથી ?
૩૪૯
ઉત્તર– ગૌતમ ! વેદના કર્મ છે અને નિર્જરા નોકર્મ છે. હે ગૌતમ ! તેથી એ પ્રમાણે કહેવાય છે કે જે વેદના છે તે નિર્જરા નથી અને જે નિર્જરા છે તે વેદના નથી.
१२ णेरइयाणं भंते ! जा वेयणा सा णिज्जरा; जा णिज्जरा सा वेयणा ? गोमा ! णो इणट्टे समट्ठे । एवं जाव वेमाणियाणं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું વૈરિયકોને જે વેદના છે તે નિર્જરા છે અને જે નિર્જરા છે તે વેદના છે?
ઉત્તર– હે ગૌતમ ! તેમ શક્ય નથી. આ રીતે વૈમાનિક પર્યંત કહેવું જોઈએ.
१३ से णूणं भंते ! जं वेदेंसु तं णिज्जरिंसु, जं णिज्जरिंसु तं वेदेंसु । નોયમા ! ખો ફળકે સમદે ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું જે કર્મોનું વેદન કર્યું (ભોગવ્યા) હતું તે કર્મોની નિર્જરા થઈ હતી અને જે કર્મોની નિર્જરા થઈ હતી તેનું વેદન પણ કર્યું હતું ?
ઉત્તર– હે ગૌતમ ! તેમ શક્ય નથી.
१४ सेकेणणं भंते ! एवं वुच्चइ - जं वेर्देसु णो तं णिज्जरेंसु, जं णिज्जरेंसु णो तं वेदेंसु ?
गोमा ! कम्मं वेदें, णोकम्मं णिज्जरिंसु; से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ जाव णो तं वेदेंसु ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે જે કર્મનું વેદન કર્યું, તેની નિર્જરા થઈ નથી અને જે કર્મોની નિર્જરા થઈ તે કર્મોનું વેદન કર્યું નથી ?
ઉત્તર– હે ગૌતમ ! કર્મોનું વેદન કર્યું હતું અને નોકર્મોની નિર્જરા કરી હતી, તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહેવાય છે કે જે કર્મનું વેદન કર્યું હતું, તેની નિર્જરા કરી નથી અને જે કર્મોની નિર્જરા કરી હતી તેનું વેદન કર્યું નથી.
१५ णेरइयाणं भंते ! जं वेदेंसु तं णिज्जरिंसु ? एवं जहा ओहियो दंडओ ता रइया वि । एवं जाव वेमाणिया ।