________________
[ ૩૪૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૨
શકતી નથી.
પ્રશ્ન- હે ભગવન્! શું પાલેશી વૈમાનિક કદાચિત અલ્પકર્મી અને શુક્લલશી વૈમાનિક કદાચિતું મહાકર્મી હોય છે? ઉત્તર- હા, ગૌતમ! કદાચિતુ આ પ્રમાણે હોય છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે? ઉત્તર- શેષ સંપૂર્ણ કથન નૈરયિકોની જેમ જાણવું. યાવતુ શુક્લલશી વૈમાનિક કદાચિતુ મહાકર્મી હોય છે, ત્યાં સુધી કહેવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના જીવોમાં વેશ્યાની અપેક્ષાએ કર્મની તારતમ્યતાનું સયુક્તિક કથન છે.
સાપેક્ષ કથનનો આશય - સામાન્યતયા કૃષ્ણલેશ્યા અનંત અશુભ પરિણામરૂપ છે, તેની અપેક્ષાએ નીલલેશ્યા કંઈક શુભ પરિણામરૂપ છે. તેથી કુષ્ણલેશી જીવ મહાકર્મી અને નીલલેશી જીવ તેનાથી અલ્પકર્મી હોય છે પરંતુ આયુષ્ય-સ્થિતિની અલ્પતાના કારણે કુષ્ણવેશી જીવ અલ્પકર્મી અને અધિકતાના કારણે નીલલેશી જીવ મહાકર્મી પણ હોઈ શકે છે.
જેમ કે સાતમી નરકમાં ઉત્પન્ન થયેલા કોઈ કૃષ્ણલેશી નૈરયિકે પોતાના આયુષ્યની અધિક સ્થિતિ ભોગવી લીધી છે, તેથી તેના અધિક કર્મો ક્ષય થઈ ગયા છે પરંતુ તેની અપેક્ષાએ કોઈ નીલકેશી નૈરયિક દસ સાગરોપમની સ્થિતિએ પાંચમી નરકમાં તત્કાલ ઉત્પન્ન થયો છે, તેણે પોતાના આયુષ્યની સ્થિતિ વધુ ક્ષય કરી નથી, તેના કર્મો પણ વધારે ક્ષય થયા નથી, તેથી તે નીલકેશી નૈરયિક ઉક્ત કૃષ્ણલેશી નરયિકની અપેક્ષાએ મહાકર્મી હોય છે. આ રીતે પ્રત્યેક સ્થાનમાં સમજી લેવું જોઈએ.
વેદના અને નિર્જરા :१० से णूणं भंते ! जा वेयणा सा णिज्जरा, जा णिज्जरा सा वेयणा ?
गोयमा ! णो इणढे समढे । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! શું જે વેદના છે તે નિર્જરા છે અને જે નિર્જરા છે તે વેદના છે?
ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. ११ से केणटेणं भंते ! एवं वुच्चइ- जा वेयणा ण सा णिज्जरा, जा णिज्जरा ण सा वेयणा?
गोयमा ! कम्मं वेयणा, णोकम्मं णिज्जरा; से तेणटेणं गोयमा ! एवं वुच्चइ जाव ण सा वेयणा ।