________________
[ ૩૪૬ |
શ્રી ભગવતી સૂત્ર-૨
छिरेया छीरविरालिया कण्हकंदे वज्जकंदे सूरणकंदे खेलूडे भद्दमुत्था पिंडहलिद्दा लोही णीहू थीहू थिभगा मुग्गपण्णी अस्सकण्णी सीहकण्णी सीहंढी मुंसुंढी जेयावण्णे तहप्पगारा सव्वे ते अणंतजीवा विविहसत्ता ।
हंता गोयमा ! आलुए मूलए जाव अणंतजीवा विविहसत्ता । શબ્દાર્થ-વેચાવાળો = જે કોઈપણ, જેટલા તદMIRI = તથા પ્રકારની. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બટેટા, મૂળા, આદુ, હિરિલી, સિરીલી સિસ્ટિરિલી, કિટિકા, ક્ષીરિકા, ક્ષીરવિદારિકા, કૃષ્ણકંદ, વજકંદ, સૂરણકંદ, ખેલુટ, ભદ્રમોથ (ભદ્રમુસ્તા),પિંડહરિદ્રા(હળદર), લોહી, ણીહુ, થીહુ, હસ્તિભાગા, મુગપર્ણી, અશ્વકર્ણી, સિંહકર્ણી, શિખંડી, મુસુંઢી, એ બધી કંદરૂપ વનસ્પતિઓ તથા તે પ્રકારની બીજી પણ વનસ્પતિઓ શું અનંત જીવોવાળી અને પૃથક્ પૃથક્ જીવવાળી છે?
ઉત્તર-હા, ગૌતમ! બટેટા, મૂળાથી લઈમસુંઢી પર્વતની અને તે પ્રકારની જેટલી બીજી વનસ્પતિઓ છે, તે સર્વ અનંત જીવવાળી અને પૃથક પૃથક જીવવાળી છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અનંતકાયિક વનસ્પતિનો નામોલ્લેખ કરીને, તેમાં અનંત જીવોનું અને તે જીવોના સ્વતંત્ર અસ્તિત્વનું નિરૂપણ કર્યું છે. સખત નવા વિવિધ સત્તા:-બટેટા આદિ કંદમૂળ સાધારણ વનસ્પતિ છે, તેમાં એક શરીરે અનંતા જીવ છે. અનંત જીવોનું શરીર એક જ છે તેથી તે જીવોની શરીરજન્ય પ્રત્યેક ક્રિયા પણ એક સાથે જ થાય છે, અર્થાત્ તે જીવોનો આહાર, શ્વાસોચ્છવાસ વગેરે ક્રિયા સાથે થાય છે. તે અનંત જીવો એક શરીરને આશ્રિત રહેલા છે. તે જીવોનું સ્થૂલ શરીર એક છે પરંતુ તે અનંત જીવોના તેજસ-કાશ્મણ રૂપ સૂક્ષ્મ શરીર પૃથક પૃથક છે, પ્રત્યેકનો આત્મા, કર્મ, તેના અધ્યવસાયો વગેરે સ્વતંત્ર છે. તેથી જ કહ્યું છે કે વિવિહરૂત્તા તે અનંતજીવોની પૃથક્ સત્તા છે. અનંતકાયિક વનસ્પતિના વિશેષ સ્પષ્ટીકરણ માટે જુઓ- [પ્રજ્ઞાપના સૂત્ર પદ–૧]
લેશ્યાની અપેક્ષાએ અલ્પ-મહાકર્મત્વ :
६ सिय भंते ! कण्हलेसे णेरइए अप्पकम्मतराए, णीललेसे णेरइए મ મ્મતરાણ ? દતા, સિયા |
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું કૃષ્ણલેશી નૈરયિક કદાચિત્ અલ્પકર્મી અને નીલલેશી નૈરયિક કદાચિનુ મહાકર્મી હોય છે? ઉત્તર- હા, ગૌતમ ! કદાચિતુ એ પ્રમાણે હોય છે.