________________
શતક-૭ : ઉદ્દેશક-૩
ઉત્તર– હા ગૌતમ ! મૂળ, મૂળના જીવોથી સૃષ્ટ હોય છે, યાવત્ બીજ, બીજના જીવોથી સૃષ્ટ
હોય છે.
४ जइ णं भंते ! मूला मूलजीवफुडा जाव बीया बीयजीवफुडा; कम्हा णं भंते ! वणस्सइकाइया आहारैति, कम्हा परिणार्मेति ?
गोयमा ! मूला मूलजीवफुडा, पुढवीजीवपडिबद्धा, तम्हा आहारैति, तम्हा परिणार्मेति; कंदा कंदजीवफुडा मूलजीवपडिबद्धा, तम्हा आहारेति, तम्हा परिणार्मेति; एवं जावबीया बीयजीवफुडा फलजीवपडिबद्धा, तम्हा आहारैति, तम्हा परिणार्मेति ।
શબ્દાર્થ:
૩૪૫
1 :- ઝુડા = વ્યાપ્ત પહિવદ્ધા = પ્રતિબદ્ધ, બંધાયેલા.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જો મૂળ, મૂળના જીવોથી સ્પષ્ટ હોય, યાવત્ બીજ, બીજના જીવોથી સ્પષ્ટ હોય, તો હે ભગવન્ ! વનસ્પતિકાયિક જીવ કેવી રીતે આહાર કરે અને કેવી રીતે તેને પરિણમાવે છે ?
ઉત્તર– હે ગૌતમ ! મૂળ, મૂળના જીવોથી સ્પષ્ટ છે અને તે પૃથ્વીના જીવોની સાથે પણ સંબદ્ધ જોડાયેલા હોય છે, તેથી તે પૃથ્વીમાંથી આહાર લે છે અને પરિણમાવે છે. આ રીતે કંદ, કંદના જીવોથી સૃષ્ટ હોય અને મૂળના જીવો સાથે સંબદ્ધ હોય છે, તેથી મૂલના જીવો દ્વારા પરિણમાવેલા આહારમાંથી આહાર લે છે અને પરિણમાવે છે. આ રીતે યાવત્ બીજ, બીજના જીવોથી સ્પષ્ટ હોય અને ફળના જીવો સાથે સંબદ્ધ હોય છે, તેથી તે ફળના જીવો દ્વારા પરિણમાવેલા આહારમાંથી આહાર કરે છે અને તેને પરિણમાવે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વૃક્ષાદિની દશે અવસ્થાનું પરસ્પર સંબંધ અને તેના આહારગ્રહણની રીત પ્રદર્શિત
કરી છે.
મૂળ, કંદ, સ્કંધ, ત્વચા(છાલ), શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ અને બીજ તે વૃક્ષાદિની દશ અવસ્થા છે.
મૂળ આદિ પોત-પોતાના જીવોથી વ્યાપ્ત હોવા છતાં પણ પરસ્પર એકબીજા સાથે જોડાયેલા (પ્રતિબદ્ધ) હોય છે, તે કારણે એકબીજાથી ક્રમશઃ આહાર ગ્રહણ કરે છે. સર્વ પ્રથમ મૂળના જીવ પૃથ્વીના રસનો આહાર કરે છે, કંદના જીવ, મૂળ દ્વારા પરિણમત આહારમાંથી આહાર ગ્રહણ કરે છે, આ રીતે ક્રમશઃ બીજ પર્યંત વનસ્પતિના જીવો આહાર ગ્રહણ કરીને પરિણમાવે છે.
કંદમૂળમા અનંત અને વિભિન્ન જીવ :
५ अह भंते ! आलुए मूलए सिंगबेरे हिरिली सिरिली सिस्सिरिली किट्ठिया