________________
શ્રી ભગવતી સૂત્ર–૨
અનેક વનસ્પતિ ગ્રીષ્મૠતુમાં પત્રો, પુષ્પો અને ફળોથી યુક્ત, હરિયાળીથી દેદીપ્યમાન અને શ્રી– શોભાથી અત્યંત સુશોભિત કેમ દેખાય છે ?
૩૪૪
ઉત્તર– હે ગૌતમ ! ગ્રીષ્મૠતુમાં ઘણા ઉષ્ણયોનિવાળા જીવો વનસ્પતિકાયરૂપે ઉત્પન્ન થાય છે, વિશેષ રૂપે ઉત્પન્ન થાય છે, પુદ્ગલોનો ચય થાય છે અર્થાત્ તે વૃદ્ધિને પ્રાપ્ત થાય છે અને વિશેષ રૂપે વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. તેથી હે ગૌતમ ! ગ્રીષ્મૠતુમાં અનેક વનસ્પતિ પત્રો, પુષ્પો અને ફૂલોથી યુક્ત તથા સુશોભિત થાય છે, સુંદર દેખાય છે.
વિવેચન
:
છ ઋતુઓમાંથી બે ઋતુઓમાં વરસાદ ખૂબ વરસે છે. તેથી જલ–સ્નેહની અધિકતાના કારણે વનસ્પતિને વધુ આહાર મળે છે તેથી તે સમયે વનસ્પતિકાયિક જીવો વધુમાં વધુ આહારગ્રહણ કરે છે. ત્યાર પછી ક્રમશઃ શરદ, હેમંત, વસંત અને ગ્રીષ્મૠતુમાં તેનો આહાર ઓછો થાય છે.
उसिणजोणिया ઃ– ઉષ્ણુ યોનિક જીવ. પ્રજ્ઞાપના સૂત્રમાં જીવોની ઉત્પત્તિની અપેક્ષાએ ત્રણ યોનિ કહી છે– શીત, ઉષ્ણ અને શીતોષ્ણ. પ્રત્યેક વનસ્પતિમાં આ ત્રણે ય યોનિ હોય છે. ઉષ્ણયોનિક જીવ ઉષ્ણ પુદ્ગલોના સંયોગમાં વધુ વિકસિત થાય છે. તેથી કેટલીક વનસ્પતિઓ ગ્રીષ્મ ઋતુમાં અત્યંત શોભાયુક્ત દેખાય છે.
वक्कमंति विउक्कमंति चयंति, , उवचयंति :ક્રિયાઓ પુદ્ગલ સંબંધી છે.
તા:-આ ચારક્રિયાઓમાંથી બેક્રિયાઓ જીવ સંબંધી અને બે
(૬) વળસ્વાયત્તાણ્ વવસ્મૃતિ = વનસ્પતિકાય રૂપે જીવ ઉત્પન્ન થાય છે.
=
(૨) વિનમંતિ – વિશેષ ઉત્પન્ન થાય છે.
(રૂ) પતિ= પુદ્ગલોનો ચય—સંગ્રહ થાય છે, વૃદ્ધિ પામે છે.
(૪) ૩વષયંતિ – પુદ્ગલોનો ઉપચય – વિશેષ સંગ્રહ થાય છે, વિશેષરૂપે વૃદ્ધિ પામે છે. તાત્પર્ય એ છે કે ઘણાં જીવો અને પુદ્ગલો વનસ્પતિમાં આવે છે. તેથી તે હરિયાળી અને સુશોભિત દેખાય છે.
મૂળ, કંદ આદિનો સંબંધ અને આહાર :
३ सेणूणं भंते! मूला मूलजीवफुडा, कंदा कंदजीवफुडा जाव बीया बीयजीवफुडा? हंता गोयमा ! मूला मूलजीवफुडा जाव बीया बीयजीवफुडा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું વનસ્પતિકાયિકના મૂળ, મૂળના જીવોથી સૃષ્ટ(વ્યાપ્ત) હોય છે ? કંદ, કંદના જીવોથી સ્પષ્ટ હોય છે યાવત્ બીજ, બીજના જીવોથી સ્પષ્ટ હોય છે ?