________________
[ ૩૪૨]
શ્રી ભગવતી સૂત્ર-૨
| શતક-૭ : ઉદ્દેશક-૩]
~ સંક્ષિપ્ત સાર
...
* આ ઉદ્દેશકમાં વનસ્પતિકાયનો મહાહાર, અલ્પાહાર, લશ્યાની અપેક્ષાએ અલ્પ વેદના મહાવેદના, વૃક્ષની મૂળ, કંદ આદિ દશ અવસ્થા, તેનો આહાર, તેનું પરિણમન; વેદના અને નિર્જરામાં ભિન્નત્વ તથા જીવની શાશ્વતતા-અશાશ્વતતા વગેરે વિષયોનું નિરૂપણ છે.
* વનસ્પતિકાયિક જીવ પ્રાવ અને વર્ષાઋતુમાં જલની અધિકતાના કારણે અધિક આહાર કરે છે. ત્યાર પછી ક્રમશઃ શરદ, હેમંત, વસંત અને ગ્રીષ્મઋતુમાં અલ્પાહાર કરે છે. ગ્રીષ્મઋતુમાં સર્વાલ્પાહાર હોવા છતાં પણ અનેક ઉષ્ણયોનિક જીવ વનસ્પતિરૂપે ઉત્પન્ન થાય છે અને પુગલો વિશેષરૂપે ચય, ઉપચયને પ્રાપ્ત થાય છે. તેથી ગ્રીષ્મઋતુમાં કેટલીક વનસ્પતિઓ હરિયાળી પ્રતીત થાય છે.
* વૃક્ષની દશ અવસ્થા મૂળ, કંદ, સ્કંધ, ત્વચા, શાખા, પ્રવાલ(પ્રશાખા), પત્ર, પુષ્પ, ફળ અને બીજા છે. તેમાં મૂળનો જીવ મૂળથી સ્પષ્ટ અને પૃથ્વીથી સંલગ્ન હોય છે. મૂળ કંદથી, કંદ અંધથી આ રીતે દશે અવસ્થા ક્રમશઃ સંબદ્ધ છે. તેમાં મૂળનો જીવ પૃથ્વીમાંથી પૃથ્વીરસને સ્વયોગ્ય આહારરૂપે ગ્રહણ કરીને, પરિણાવે છે, કંદના જીવ મૂળે પરિણત કરેલા રસને ગ્રહણ કરે છે. આ રીતે બીજ પર્યત જાણવું. * કૃષ્ણલેશ્યા અત્યંત ક્રૂર પરિણામ રૂપ છે. તેની અપેક્ષાએ નીલલેશ્યા કંઈક શુભ પરિણામ સ્વરૂપ છે. આ કારણે સામાન્યતઃ કૃષ્ણલેશી જીવ મહાવેદના અને તેની અપેક્ષાએ નીલલેશી જીવ અલ્પવેદના ભોગવે છે પરંતુ ક્યારેક સ્થિતિની અપેક્ષાએ કૃષ્ણલેશી અલ્પવેદના અને નીલલેશી મહાવેદના ભોગવે છે. જેમ કે કોઈ કૃષ્ણલેશી નારકી જીવે દીર્ઘ આસ્થિતિ પૂર્ણ કરી હોય અને કોઈ નીલલેશી નારકી ઉત્પન્ન થતો હોય તેને દીર્ઘસ્થિતિ ભોગવવાની બાકી હોય તો તે અપેક્ષાએ કૃષ્ણલેશીને અલ્પવેદના અને નીલલેશીને મહાવેદના હોય છે.
* કર્મફળના અનુભવને વેદના કહે છે. વેદના થઈ ગયા પછી કર્મ અકર્મરૂપ બની જાય અને આત્મપ્રદેશોથી પૃથક થઈ જાય, તેને નિર્જરા કહે છે, પહેલા વેદના અને પછી નિર્જરા હોય છે. આ બંને એક સમયે થાય તે શક્ય નથી.
*
૨૪ દંડકના જીવો દ્રવ્યાર્થિક નયથી શાશ્વત અને પર્યાયાર્થિક નયથી અશાશ્વત છે.