________________
શતક-૭: ઉદ્દેશક-૨,
૩૪૧
સૂત્રમાં દ્રવ્યાર્થતયા જીવોને શાશ્વત કહ્યા છે અને વિભિન્ન ગતિઓ તથા યોનિઓમાં પરિભ્રમણ કરતા જીવ વિભિન્ન પર્યાયોને ધારણ કરે છે; જીવની તે પર્યાયો(તે તે ભાવો) અશાશ્વત હોય છે તેથી જીવોને ભાવાર્થતયા અશાશ્વત પણ કહ્યા છે. જૈન દર્શન અનુસાર પદાર્થનું સ્વરૂપ ઉત્પાદ્, વ્યય અને ધ્રુવમય છે યથા૩Fાવ્ય- યૌવ્યયુક્ત સત્ ! -તત્વાર્થ સૂત્રો
ઉત્પા અને વ્યય પદાર્થના અશાશ્વત અંશ છે અને ધ્રુવ તેનો શાશ્વત અંશ છે. તેથી જીવોને સિય સરથા સિય અલાસા કહ્યા છે. વિશ્વના જડ અને ચેતન પ્રત્યેક પદાર્થનું આ જ સ્વરૂપ છે.
છે શતક ૭/ર સંપૂર્ણ છે