________________
૩૪૦ |
શ્રી ભગવતી સૂત્ર-૨
સંબંધ હોવાથી તે જ વિષયનું પુનરાવર્તન કર્યું છે.
૨૪ દંડકના જીવોમાં મનુષ્યો જ સંયત થઈ શકે છે. તિર્યંચ પંચેન્દ્રિય સંયતાસંમત થઈ શકે છે. શેષ સર્વ દંડકના જીવો અસંમત હોય છે. તેના અલ્પબદુત્વનું કથન સૂત્રપાઠથી સ્પષ્ટ છે. જીવોની શાશ્વતતા-અશાશ્વતતા :२४ जीवा णं भंते ! किं सासया, असासया ? गोयमा ! जीवा सिय सासया सिय असासया ।
से केणतुणं भंते ! एवं वुच्चइ- जीवा सिय सासया सिय असासया?
गोयमा ! दव्वट्ठयाए सासया, भावट्ठयाए असासया । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ जाव सिय असासया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું જીવો શાશ્વત છે કે અશાશ્વત છે?
ઉત્તર- હે ગૌતમ ! જીવ કથંચિત્ શાશ્વત અને કથંચિત્ અશાશ્વત છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જીવો કથંચિત્ શાશ્વત છે અને કથંચિત્ અશાશ્વત છે?
ઉત્તર- હે ગૌતમ!દ્રવ્યની દષ્ટિથી જીવો શાશ્વત છે અને ભાવ(પર્યાય)ની દષ્ટિથી જીવો અશાશ્વત છે. તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું છે કે જીવો કથંચિત શાશ્વત છે કથંચિત અશાશ્વત છે २५ णेरइया णं भंते ! किं सासया, असासया? एवं जहा जीवा तहाणेरइया वि। एवं जाव वेमाणिया जाव सिय सासया सिय असासया । ॥ सेवं भंते ! सेवं भंते ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવ શાશ્વત છે કે અશાશ્વત છે?
ઉત્તર- જે રીતે સમુચ્ચય જીવોનું કથન કર્યું છે, તે રીતે નૈરયિકોનું કથન કરવું જોઈએ.
આ જ રીતે વૈમાનિક પર્યત ૨૪ દંડકવર્તી જીવોના વિષયમાં કથન કરવું જોઈએ. તે જીવ કથંચિતું શાશ્વત છે, કથંચિત્ અશાશ્વત છે. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે // વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં જીવો અને ૨૪ દંડકોના વિષયમાં શાશ્વત અને અશાશ્વતનો વિચાર દ્રવ્ય અને પર્યાય દષ્ટિએ કર્યો છે.
સંસારના સમસ્ત જીવો તેમજ નૈરયિકાદિ દંડકગત જીવો, જીવ દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે તેથી