________________
શતક-૭ઃ ઉદ્દેશક-૨
| ૩૩૯ |
ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! શું જીવો પ્રત્યાખ્યાની છે, અપ્રત્યાખ્યાની છે, અથવા પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની છે?
ઉત્તર– હે ગૌતમ ! જીવો પ્રત્યાખ્યાની પણ છે, અપ્રત્યાખ્યાની પણ છે અને પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની પણ છે. અર્થાત્ ત્રણ પ્રકારના છે. આ રીતે મનુષ્ય પણ ત્રણ પ્રકારના છે.
પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવ પ્રારંભના વિકલ્પથી રહિત છે. અર્થાત તે પ્રત્યાખ્યાની નથી પરંતુ અપ્રત્યાખ્યાની અથવા પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાની છે. શેષ વૈમાનિક સુધીના સર્વ જીવ અપ્રત્યાખ્યાની છે. २३ एएसि णं भंते ! जीवाणं पच्चक्खाणीणं जाव विसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा जीवा पच्चक्खाणी, पच्चक्खाणापच्चक्खाणी असंखेज्जगुणा, अपच्चक्खाणी अणंतगुणा ।
पंचिंदियतिरिक्खजोणिया सव्वत्थोवा पच्चक्खाणापच्चक्खाणी, अपच्चक्खाणी असखेज्जगुणा ।
मणुस्सा सव्वत्थोवा पच्चक्खाणी, पच्चक्खाणापच्चक्खाणी संखेज्जगुणा, अपच्चक्खाणी असंखेज्जगुणा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ પ્રત્યાખ્યાની આદિ જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા પ્રત્યાખ્યાની જીવ છે, તેનાથી પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાની જીવ અસંખ્યાત ગુણા છે, તેનાથી અપ્રત્યાખ્યાની જીવ અનંતગુણા છે.
પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવોમાં સર્વથી થોડા પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની જીવો છે અને તેનાથી અપ્રત્યાખ્યાની અસંખ્યાતગુણા છે.
મનુષ્યોમાં સર્વથી થોડા પ્રત્યાખ્યાની મનુષ્ય છે. તેનાથી પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની મનુષ્ય સંખ્યાત- ગુણા છે અને તેનાથી અપ્રત્યાખ્યાની મનુષ્ય અસંખ્યાતગુણા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમુચ્ચય જીવ તથા ૨૪ દંડકના જીવોમાં સંયતાદિની અને પ્રત્યાખ્યાની આદિના અસ્તિત્વની પ્રરૂપણા કરીને તેના અલ્પબદુત્વનું નિરૂપણ કર્યું છે.
જે જીવ પ્રત્યાખ્યાની છે તે સંયત છે અને જે સંયત છે તે પ્રત્યાખ્યાની છે, બંને પરસ્પર સાપેક્ષ છે. ઉદ્દેશકના પ્રારંભમાં પ્રત્યાખ્યાનના ભેદ-પ્રભેદ વગેરેનું વિસ્તૃત વર્ણન કર્યું છે. તેમ છતાં સંયમ સાથે તેનો