________________
શ્રી ભગવતી સૂત્ર–૨
અસંખ્યાત— ગુણા છે. કારણ કે કેટલાય શ્રાવકોને મૂળગુણના પ્રત્યાખ્યાન ન હોવા છતાં પણ તેઓ મદ્ય માંસનો ત્યાગ આદિ ઉત્તરગુણની આરાધના કરે છે, તેમજ તિર્યંચ શ્રાવકોની અપેક્ષાએ તે અસંખ્યાતગુણા છે. તેનાથી અપ્રત્યાખ્યાની જીવ અનંતગુણા છે. કારણ કે તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય સિવાયના શેષ બાવીસ દંડકના જીવો અપ્રત્યાખ્યાની છે. તેમાં વનસ્પતિની અપેક્ષાએ તે અનંતગુણા છે.
૩૩૮
તિર્યંચ પંચેન્દ્રિયમાં ઃ– સર્વથી થોડા મૂળગુણ પ્રત્યાખ્યાની, તેનાથી ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અસંખ્યાત ગુણા, તેનાથી અપ્રત્યાખ્યાની અસંખ્યાતાગુણા છે. કારણ કે તિર્યંચ પંચેન્દ્રિયો અસંખ્યાતા જ છે.
--
મનુષ્યોમાં સર્વથી થોડા મૂળગુણ પ્રત્યાખ્યાની, તેનાથી ઉત્તરગુણ પ્રત્યાખ્યાની સંખ્યાતગુણા છે કારણ કે ગર્ભજ મનુષ્ય સંખ્યાતા છે. તેનાથી અપ્રત્યાખ્યાની અસંખ્યાતગુણા છે. કારણ કે સંમૂર્છિમ મનુષ્યો અપ્રત્યાખ્યાની છે અને તે અસંખ્યાતા છે.
(૨) સમુચ્ચય જીવોમાં :– સર્વથી થોડા સર્વ મૂળગુણ પ્રત્યાખ્યાની, તેનાથી દેશમૂળ ગુણ પ્રત્યાખ્યાની અસંખ્યાતગુણા, તિર્યંચ શ્રાવકોની અપેક્ષાએ; તેનાથી અપ્રત્યાખ્યાની અનંતગુણા, વનસ્પતિની અપેક્ષાએ. તિર્યંચ પંચેન્દ્રિયમાં :– સર્વથી થોડા દેશમૂળગુણ પ્રત્યાખ્યાની, તેનાથી અપ્રત્યાખ્યાની અસંખ્યાતગુણા છે. તિર્યંચ પંચેન્દ્રિયમાં સર્વમૂળગુણ પ્રત્યાખ્યાની જીવો નથી. મનુષ્યોમાં અલ્પબહુત્વનું કથન પૂર્વવત્ જાણવું.
(૩) સર્વ ઉત્તરગુણ પ્રત્યાખ્યાની, દેશ ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની જીવોનું અલ્પબહુત્વ પૂર્વવત્ જાણવું.
સંયત તથા પ્રત્યાખ્યાની આદિ :
२१ जीवा णं भंते ! किं संजया असंजया संजयासंजया ?
गोयमा ! जीवा संजया वि असंजया वि संजयासंजया वि; एवं जहेव पण्णवणाए तहेव भाणियव्वं जाव वेमाणिया, अप्पाबहुगं तहेव तिण्ह वि भाणियव्वं । ભાવાર્થ: :- પ્રશ્ન- હે ભગવન્ ! શું જીવો સંયત છે, અસંયત છે કે સંયતાસંયત છે ?
ઉત્તર– હે ગૌતમ ! જીવો સંયત પણ છે, અસંયત પણ છે અને સંયતાસંયત પણ છે. આ રીતે પ્રજ્ઞાપના સૂત્રના ૩૨મા પદમાં કહ્યા પ્રમાણે વૈમાનિક પર્યંત કહેવું જોઈએ અને ત્રણેયના અલ્પબહુત્વનું કથન પણ તે પ્રમાણે જ કરવું જોઈએ.
२२ जीवाणं भंते! किं पच्चक्खाणी, अपच्चक्खाणी,
पच्चक्खाणापच्चक्खाणी?
गोयमा ! जीवा तिण्णि वि । एवं मणुस्सा वि तिण्णि वि । पंचिदियतिरिक्खजोणिया आइल्लविरहिया । सेसा सव्वे अपच्चक्खाणी जाव वेमाणिया ।