________________
શતક-૭ : ઉદ્દેશક ૨
અપબ્ધ- વાળી ?
I
गोयमा ! जीवा सव्वुत्तरगुणपच्चक्खाणी वि, एवं तिण्णि वि । पंचिंदियतिरिक्खजोणिया मणुस्सा य एवं चेव । सेसा अपच्चक्खाणी जाव वेमाणिया । ભાવાર્થ::- પ્રશ્ન– હે ભગવન્ ! જીવો સર્વ ઉત્તરગુણ પ્રત્યાખ્યાની છે, દેશઉત્તરગુણ પ્રત્યાખ્યાની છે કે અપ્રત્યાખ્યાની છે ?
૩૩૭
ઉત્તર– હે ગૌતમ ! જીવો સર્વઉત્તરગુણ પ્રત્યાખ્યાની પણ છે, દેશ ઉત્તરગુણ પ્રત્યાખ્યાની પણ છે અને અપ્રત્યાખ્યાની પણ છે. આ રીતે તેઓના ત્રણ પ્રકાર છે. પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોનું કથન પણ પૂર્વવત્ જાણવું. તે સિવાય વૈમાનિક પર્યંત શેષ સર્વ જીવ અપ્રત્યાખ્યાની છે.
२० एएसि णं भंते! जीवाणं सव्वुत्तरगुणपच्चक्खाणीणं, देसुत्तरगुणपच्चक्खाणीणं अपच्चक्खाणीणं कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा ?
गोयमा ! तिण्णि वि अप्पाबहुगाणि जहा पढमे दंडए जाव मणुस्साणं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સર્વ ઉત્તરગુણ પ્રત્યાખ્યાની, દેશ ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર– હે ગૌતમ ! આ ત્રણેનું અલ્પબહુત્વ પ્રથમ દંડક(સૂત્ર–૧૪–૧૬)માં કહ્યા અનુસાર મનુષ્યો સુધી જાણવું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમુચ્ચય જીવ અને ૨૪ દંડકોના જીવોમાં સર્વતઃ, દેશતઃ મૂલોત્તરગુણ પ્રત્યાખ્યાન અને અપ્રત્યાખ્યાનના અસ્તિત્વની અને અલ્પબહુત્વની પ્રરૂપણા છે.
સર્વમૂળગુણ પ્રત્યાખ્યાન કેવળ મનુષ્યોમાં જ હોય છે, દેશ મૂળગુણ પ્રત્યાખ્યાન તિર્યંચ અને મનુષ્યો બંનેમાં હોય છે અને શેષ સર્વ જીવો અપ્રત્યાખ્યાની જ હોય મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય જીવો કદાચિત્ અપ્રત્યાખ્યાની પણ હોય છે.
આ સૂત્રોમાં અલ્પબહુત્વનું કથન ત્રણ પ્રકારે છે–
(૧) મૂળગુણ પ્રત્યાખ્યાની અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાનીનું અલ્પબહુત્વ. (૨) સર્વતઃ મૂળગુણ પ્રત્યાખ્યાની, દેશતઃ મૂળગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાનીનું અલ્પબહુત્વ. (૩) સર્વતઃ ઉત્તરગુણ પ્રત્યાખ્યાની, દેશતઃ ઉત્તરગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાનીનું અલ્પબહુત્વ. (૧) સમુચ્ચય જીવોમાં :- સર્વથી થોડા મૂળગુણ પ્રત્યાખ્યાની, તેનાથી ઉત્તરગુણ પ્રત્યાખ્યાની