________________
૩૩
શ્રી ભગવતી સૂત્ર–૨
ભાવાર્થ:- પ્રશ્ન- નૈરયિક જીવોના વિષયમાં પણ આ જ પ્રશ્ન પૂછવા.
ઉત્તર– હે ગૌતમ ! નૈરિયક સર્વમૂળગુણ પ્રત્યાખ્યાની નથી, દેશ મૂલગુણ પ્રત્યાખ્યાની નથી પરંતુ તે અપ્રત્યાખ્યાની છે. આ રીતે ચૌરેન્દ્રિય પર્યંત કહેવું જોઈએ. १७ पंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा ?
गोयमा ! पंचिंदियतिरिक्खजोणिया णो सव्वमूलगुणपच्चक्खाणी, देसमूलगुण- पच्चक्खाणी वि, अपच्चक्खाणी वि । मणुस्सा जहा जीवा । वाणमंतर - जोइस - वेमाणिया जहा णेरइया ।
ભાવાર્થ:- પ્રશ્ન- પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવોના વિષયમાં પણ આ જ પ્રશ્ન પૂછવા.
ઉત્તર– હે ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવો સર્વમૂળગુણ પ્રત્યાખ્યાની નથી પરંતુ દેશ મૂળગુણ પ્રત્યાખ્યાની છે અને અપ્રત્યાખ્યાની પણ છે.
મનુષ્યોના વિષયોમાં સમુચ્ચય જીવોની જેમ કથન કરવું. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોના વિષયમાં નારકોની જેમ કથન કરવું.
१८ एएसि णं भंते ! जीवाणं सव्वमूलगुणपच्चक्खाणीणं, देसमूलगुणपच्चक्खाणीणं, अपच्चक्खाणीणं य कयरे कयरेहिंतो जाव विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवा जीवा सव्वमूलगुणपच्चक्खाणी, देसमूलगुणपच्चक्खाणी असंखेज्जगुणा, अपच्चक्खाणी अनंतगुणा । एवं अप्पाबहुगाणि तिण्णि वि जहा पढ मिल्लए दंडए, णवरं सव्वत्थोवा पंचिदियतिरिक्खजोणिया देसमूलगुण पच्च - क्खाणी, अपच्चक्खाणी असंखेज्जगुणा ।
ભાવાર્થ::- પ્રશ્ન- હે ભગવન્ ! સર્વ મૂળગુણ પ્રત્યાખ્યાની, દેશ મૂળગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર– હે ગૌતમ ! સર્વથી થોડા સર્વમૂળગુણ પ્રત્યાખ્યાની જીવ છે, તેનાથી દેશ મૂળગુણ પ્રત્યાખ્યાની અસંખ્યાતગુણા અને તેનાથી અપ્રત્યાખ્યાની અનંતગુણા છે. આ રીતે ત્રણેઔઘિક જીવો, પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યનું અલ્પબહુત્વ પ્રથમ દંડકમાં કહ્યા અનુસાર કહેવું પરંતુ વિશેષતા એ છે કે દેશમૂળ ગુણ પ્રત્યાખ્યાની તિર્યંચ પંચેન્દ્રિય સર્વથી થોડા છે અને તેનાથી અપ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિર્યંચ અસંખ્યાતગુણા છે.
દેશ અને સર્વ ઉત્તરગુણ પ્રત્યાખ્યાની :
१९ जीवा णं भंते ! किं सव्वुत्तरगुणपच्चक्खाणी देसुत्तरगुणपच्चक्खाणी,