________________
૩૧૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૨
घासेणं ऊणगं आहारं आहारेमाणे समणे णिग्गंथे णो पकामरसभोईत्ति वत्तव्वं सिया । एस णं गोयमा ! खेत्ताइक्कतस्स, कालाइक्कंतस्स, मग्गाइक्कतस्स, पमाणाइक्कंतस्स पाणभोयणस्स अट्ठे पण्णत्ते । શબ્દાર્થ - અવોનોરિપ = સાધિક અર્ધ ઊણોદરી સુબા'ખરે = અર્ધ ઊણોદરી, દ્વિભાગ પ્રાપ્ત પત્તો- મોરપ = ચતુર્થાશ ઊણોદરી પાસે = ગ્રાસ, કવલ કણ = ન્યૂન પારસમો - પ્રકામરસભોજી, અતિભોજી ભરપેટ ખાનાર ૩વાયણાવેત્તા = રાખીને. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ક્ષેત્રાતિક્રાંત, કાલાતિક્રાંત, માર્ગીતિક્રાંત અને પ્રમાણાતિક્રાંત આહાર પાણીનો શું અર્થ છે?
ઉત્તર- હે ગૌતમ! જે નિગ્રંથ અથવા નિગ્રંથી પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ચતુર્વિધ આહારને સૂર્યોદય પૂર્વે ગ્રહણ કરીને સૂર્યોદય પછી તેનું સેવન કરે તો હે ગૌતમ! તે ક્ષેત્રાતિકાત આહાર પાણી કહેવાય છે.
જે નિગ્રંથ અથવા નિગ્રંથી અશનાદિ ચતુર્વિધ આહારને પ્રથમ પ્રહરમાં ગ્રહણ કરીને, અંતિમ પ્રહર(પૌરસી) સુધી રાખીને સેવન કરે તો હે ગૌતમ! તે કાલાતિકાંત આહાર પાણી કહેવાય છે.
જે નિગ્રંથ અથવા નિગ્રંથી અશનાદિ ચતુર્વિધ આહારને ગ્રહણ કરીને, અયોજન–બે ગાઉ = ૭ કિ. મી. ની મર્યાદાનું ઉલ્લંઘન કરીને તે આહારનું સેવન કરે તો હે ગૌતમ! તે માર્ગીતિકાત આહાર પાણી કહેવાય છે.
જે નિગ્રંથ અથવા નિર્ચથી પ્રાસુક અને એષણીય આહારને ગ્રહણ કરીને, ૩ર કવલની માત્રાથી અધિક આહારનું સેવન કરે તો હે ગૌતમ ! તે પ્રમાણાતિકાત આહાર પાણી કહેવાય છે.
આઠ કવલનો આહાર કરનાર સાધુ અલ્પાહારી છે, ૧૨ કવલનો આહાર કરનાર સાધુ સાધિક અર્ધ ઊણોદરીવાળો છે. ૧૬ કવલનો આહાર કરનાર સાધુ દ્વિભાગ પ્રાપ્ત અર્ધાહારી કહેવાય. ૨૪ કવલનો આહાર કરનાર સાધુ ચતુથાશ ઊણોદરીવાળો છે. ૩ર કવલ પ્રમાણ આહાર કરનાર સાધુ પ્રમાણોપેત આહાર કરનાર કહેવાય છે. બત્રીસ કવલથી એક કવલ પણ ન્યૂન આહાર કરનાર શ્રમણ નિગ્રંથ ભરપેટ ખાનાર કહેવાતો નથી. હે ગૌતમ! ક્ષેત્રાતિક્રાંત, કાલાતિક્રાંત, માતિક્રાંત અને પ્રમાણાતિક્રાંત આહાર પાણીનો આ અર્થ છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભિક્ષાચારીના દોષોનું વિસ્તૃત વર્ણન છે. પ્રથમ બે સૂત્રોમાં અંગાર, ધૂમ અને સંયોજના દોષયુક્ત આહારનું સ્પષ્ટીકરણ કર્યું છે અને ત્રીજા