________________
શતક-૭ઃ ઉદ્દેશક-૧
૩૧૯ ]
સૂત્રમાં ક્ષેત્રાતિક્રાંત આદિ દોષોનો બોધ કરાવ્યો છે. અંગારાદિ દોષોનું સ્વરૂપ:- સાધુ દ્વારા ગવેષણા અને ગ્રહણેષણાથી લાવેલા નિર્દોષ આહારનું સેવન કરવાના સમયે આ દોષો લાગે છે, તેને ગ્રામૈષણા(માંડલા)ના પાંચ દોષ કહેવાય છે, તે આ પ્રમાણે છે
(૧) અંગાર દોષ :- સરસ–સ્વાદિષ્ટ આહારમાં આસક્ત અને મુગ્ધ થઈને આહારની અથવા દાતાની પ્રશંસા કરીને, આહાર કરવો તે અંગાર દોષ છે. યથા– અગ્નિમાં પ્રજ્વલિત થવાથી ખદિર આદિ ઈધન અંગાર–કોલસો થઈ જાય છે, તે રીતે રાગરૂપી અગ્નિથી ચારિત્રરૂપી ઈધન બળીને કોલસા સમાન થઈ જાય છે. રાગથી ચારિત્રનો નાશ થઈ જાય છે. તેથી તેને અંગારદોષ કહે છે. (૨) ધૂમ દોષ - નીરસ અથવા અમનોજ્ઞ આહાર કરતાં ક્રોધથી ખિન્ન થઈને દાતાની કે વસ્તુની નિંદા કરવી તે ધૂમદોષ છે. દ્વેષભાવથી કે વિષમ પરિણામોથી અભિભૂત થતાં સંયમ સાધક આત્માના જ્ઞાનદર્શન અને ચારિત્ર સધૂમકાષ્ઠની જેમ કલુષિત થઈ જાય છે. તેથી તેને ધૂમદોષ કહે છે. (૩) સંયોજના દોષ - આહારને સ્વાદિષ્ટ અને રોચક બનાવવા માટે રસલોલુપતાવશ બે દ્રવ્યનો સંયોગ કરવો. જેમ કે સ્વાદવૃદ્ધિ માટે મીઠું વગેરે ઉપરથી નાખવું તે સંયોજના દોષ છે. સ્વાદવૃત્તિ વિના સ્વાભાવિક રીતે શાક રોટલી વગેરે બે દ્રવ્યનો સંયોગ કરીને આહાર કરવાની સહજ માનવ પદ્ધતિથી આહાર કરવો અથવા સ્વાથ્ય નિમિત્તે બે પદાર્થનો સંયોગ કરવો, તે સંયોજના દોષ નથી.
(૪) અપ્રમાણ દોષ:- શાસ્ત્રોક્ત પ્રમાણથી અર્થાત ૩૨ કવલથી અધિક આહાર કરવો તેને અપ્રમાણદોષ કહે છે. કવલના માપ માટે પ્રતોમાં જાડી અંડા શબ્દ પ્રયોગ ઉપલબ્ધ છે. ખરેખર પ્રત્યેક વ્યક્તિનું આહારનું પ્રમાણ ભિન્ન ભિન્ન હોય છે, તેનું પરિમાણ કોઈ પણ પદાર્થથી નિશ્ચિત કરવું યોગ્ય ન ગણાય. તેમ છતાં ઉપલબ્ધ આ શબ્દના વ્યાખ્યાકારોએ વૈકલ્પિક અનેક અર્થ કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. યથા
(१) निजकस्याहारस्य सदा यो द्वात्रिंशत्तमो भाग तत् कुक्कुटी प्रमाणे = પોતાના પ્રતિદિન ગ્રહણ કરાતાં આહારના બત્રીસમા ભાગને એક કવલ કહે છે. (૨) સુલ્લિતા સુરી कुक्कुटी शरीरमित्यर्थः। तस्याः शरीररूपायाः कुक्कुटया अंडकमिव अंडकं-मुखं = અશુચિમય આ શરીર જ કુકુટી છે. તે શરીરરૂપ કુકુટીના અવયવરૂપ મુખને કુકુટી અંડક કહે છે. (૩) यावत्प्रमाणमात्रेण कवलेन मुखे प्रक्षिप्य- माणेन मुख न विकृत भवति तत्स्थल
જારી અંડજ પ્રમાણને જેટલો આહારપિંડ મુખમાં મૂકતાં મુખવિકૃત ન થાય તેટલા આહારપિંડને એક કવલ કહે છે. તેને કુફ્ફટી અંડક પ્રમાણ આહાર કહેવામાં આવે છે. (૪) અ ન્યઃ વિશ્વ : સુસુદ અંડકોષને વવજો - કુકડીના ઈડા જેવડો એક કવલ હોય; આ પણ એક અર્થવિકલ્પ છે. નિષ્કર્ષ :- સ્વસ્થ અને સભ્ય વ્યક્તિનો પ્રમાણોપેત આહાર ૩ર કવલ પ્રમાણ હોય છે. તેનાથી અધિક આહાર કરવો અપ્રમાણ દોષ છે અને તેનાથી ન્યૂન આહાર કરવો તે ઊણોદરી તપ છે.